રાજનાથ સિંહ આજે મધ્યપ્રદેશની મુલાકાતે, મહુમાં ભારતીય સેનાના કાર્યક્રમમાં હાજરી આપશે
- દેશની ત્રણેય સેનાઓની યુદ્ધ પદ્ધતિમાં નવીનતા અને વ્યૂહાત્મક ચર્ચાઓ પર ''રણ સંવાદ'' યોજાશે ઇન્દોર, નવી દિલ્હી,26 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે (મંગળવારે) મધ્યપ્રદેશની બે દિવસીય મુલાકાતે ઇન્દોર
સેના


- દેશની ત્રણેય

સેનાઓની યુદ્ધ પદ્ધતિમાં નવીનતા અને વ્યૂહાત્મક ચર્ચાઓ પર 'રણ સંવાદ' યોજાશે

ઇન્દોર, નવી દિલ્હી,26 ઓગસ્ટ (હિ.સ.)

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે (મંગળવારે) મધ્યપ્રદેશની બે દિવસીય

મુલાકાતે ઇન્દોર આવી રહ્યા છે. તેઓ અહીં ઇન્દોર જિલ્લાના મહુમાં, ભારતીય સેનાના એક

મોટા કાર્યક્રમમાં હાજરી આપશે. ઓપરેશન સિંદૂર પછી, દેશની ત્રણેય સેનાઓ દ્વારા યુદ્ધ પદ્ધતિમાં

નવીનતા અને વ્યૂહાત્મક ચર્ચાઓ પર રાષ્ટ્રીય સ્તરનો 'રણ સંવાદ 2025' યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમ 26 અને 27 ઓગસ્ટના રોજ

મહુના લશ્કરી સંસ્થા - આર્મી વોર કોલેજ ખાતે યોજાઈ રહ્યો છે.

ઇન્દોરના એડીએમ રોશન રાયે જણાવ્યું હતું કે,” કેન્દ્રીય

પ્રધાન રાજનાથ સિંહ આજે સાંજે ઇન્દોર એરપોર્ટ પર પહોંચશે અને અહીંથી સીધા ડૉ.

આંબેડકર નગર મહુ જશે. મહુથી તેઓ 27 ઓગસ્ટના રોજ સવારે ઇન્દોર પહોંચશે અને નવી દિલ્હી જવા

રવાના થશે. મહુમાં આયોજિત કાર્યક્રમમાં, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની સાથે, સીડીએસ જનરલ અનિલ

ચૌહાણ, આર્મી ચીફ જનરલ

ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ

દિનેશ કુમાર ત્રિપાઠી અને વાયુસેના ચીફ એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ પણ હાજર

રહેશે.”

આ કાર્યક્રમ દરમિયાન મહુને, 26 થી 28 ઓગસ્ટ સુધી નો-ફ્લા,ય ઝોન જાહેર કરવામાં આવ્યું છે. મહુ

અને આસપાસના વિસ્તારોમાં કોઈ ડ્રોન ઉડી શકશે નહીં. પહેલીવાર ત્રણેય સેનાઓનો

સંયુક્ત સેમિનાર યોજાઈ રહ્યો છે. સેના, નૌકાદળ અને વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓ તેમાં ભાગ લેશે. આ

સંવાદમાં યુદ્ધ, રણનીતિ અને યુદ્ધ

પર આધુનિક ટેકનોલોજીની અસર જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આમાં, ફક્ત સેનાના

અધિકારીઓ જ નહીં પરંતુ સંરક્ષણ ઉદ્યોગના નિષ્ણાતો, શિક્ષણવિદો અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ પણ

પોતાના મંતવ્યો શેર કરશે.

સેનાના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, “આ કાર્યક્રમમાં

યુદ્ધ, રણનીતિ અને

યુદ્ધ-લડાઈ પર ટેકનોલોજીની અસર વિષય પર ચર્ચા થશે. પ્રખ્યાત કમાન્ડરો, સંરક્ષણ ઉદ્યોગના

નિષ્ણાતો, શિક્ષણવિદો અને

આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ પોતાના મંતવ્યો શેર કરશે. યુદ્ધ પદ્ધતિઓમાં નવીનતાઓ અને

નવી ટેકનોલોજીઓ પર ચર્ચા કરવામાં આવશે. સશસ્ત્ર દળોને તૈયાર કરવા, યુદ્ધ

પ્રેક્ટિશનરો માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડવા, શિક્ષણવિદો અને

સંરક્ષણ ઉદ્યોગની સક્રિય ભાગીદારી અને આત્મનિર્ભર ભારત પર ચર્ચા થશે.”

હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande