સૈયામી ખેર 'હૈવાન'નો ભાગ બની, ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે
નવી દિલ્હી, 26 ઓગસ્ટ (હિ.સ.) બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની, આગામી ફિલ્મ ''હૈવાન''ને લઈને, દર્શકોમાં ભારે ઉત્સાહ છે. ફિલ્મનું શૂટિંગ હાલમાં કેરળના સુંદર શહેર કોચીમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટનું દિગ્દર્
ફિલ્મ


નવી દિલ્હી, 26 ઓગસ્ટ (હિ.સ.) બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની, આગામી

ફિલ્મ 'હૈવાન'ને લઈને,

દર્શકોમાં ભારે ઉત્સાહ છે. ફિલ્મનું શૂટિંગ હાલમાં કેરળના સુંદર શહેર કોચીમાં ચાલી

રહ્યું છે. આ પ્રોજેક્ટનું દિગ્દર્શન પ્રખ્યાત ફિલ્મ નિર્માતા પ્રિયદર્શન કરી

રહ્યા છે.જેમને 'ભૂલ ભુલૈયા', 'હેરા ફેરી' અને 'હંગામા' જેવી સુપરહિટ ફિલ્મો માટે યાદ કરવામાં આવે છે.

ફિલ્મના કલાકારો વિશે સતત નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે.

તાજેતરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી પછી, હવે સૈયામી ખેર પણ આ મોટા પ્રોજેક્ટનો ભાગ બની છે. તે

ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા જઈ રહી છે. સેટ પરથી સામે આવેલી તસવીરમાં સૈયામી,

સૈફ અલી ખાન, પ્રિયદર્શન અને

અન્ય ક્રૂ મેમ્બર્સ સાથે જોઈ શકાય છે. આ તસવીરે સોશિયલ મીડિયા પર ચાહકોનો ઉત્સાહ

વધુ વધાર્યો છે.

સૈયામીએ તેના શૂટિંગનું પહેલું શેડ્યૂલ શરૂ કરી દીધું છે

અને તે આ તક માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે,’ પ્રિયદર્શન જેવા અનુભવી

દિગ્દર્શક અને અક્ષય-સૈફ જેવા દમદાર કલાકારો સાથે કામ કરવું તેમના માટે એક મોટી તક

છે.’ નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મની વાર્તા વિશે વધુ માહિતી શેર કરી નથી, પરંતુ એ ચોક્કસ

છે કે, અક્ષય અને સૈફ વચ્ચે પડદા પર જોરદાર ટક્કર થશે. બંને સ્ટાર્સ લાંબા સમય પછી

પડદા પર સાથે જોવા મળશે, તેથી દર્શકોની

અપેક્ષાઓ પહેલાથી જ ઘણી વધી ગઈ છે. 'હૈવાન' આવતા વર્ષે, સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જોકે, ફિલ્મની સત્તાવાર

રિલીઝ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande