ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર આરોગ્ય કર્મચારીના નવા અભ્યાસક્રમ અંગે જામનગરમાં સેમિનાર
જામનગર, 26 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા અંગે સતત માર્ગદર્શન આપતી સંસ્થા ઇનોવેટિવ એકેડેમી દ્વારા જામનગર શહેર તેમજ જિલ્લા ના યુવક-યુવતીઓ કે જેઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટી પર્પસ હેલ્થ વર્કરના નવા અભ્યાસક
સેમિનાર


જામનગર, 26 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા અંગે સતત માર્ગદર્શન આપતી સંસ્થા ઇનોવેટિવ એકેડેમી દ્વારા જામનગર શહેર તેમજ જિલ્લા ના યુવક-યુવતીઓ કે જેઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટી પર્પસ હેલ્થ વર્કરના નવા અભ્યાસક્રમ મુજબ તૈયારી કરતા હોય તેમને આ અંગે માર્ગદર્શન મળી રહે તેમજ તેઓ આ પરીક્ષામાં આયોજનબધ્ધ તૈયારી કરી પાસ થવામાં સફળ રહે તેવા ઉતમ ઉદેશ સાથે આગામી તા 31.08.2025, રવિવાર ના રોજ સંસ્થાની મુખ્ય ઓફિસ 412, ચૈતન્ય કોમ્પ્લેક્સ, આર્ય સમાજ સામે, ખંભાળિયા ગેટ પાસે,જામનગર ખાતે નિ:શુલ્ક માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં તેમને આ કોર્ષ નું ફ્રી મટિરિયલ પણ આપવામાં આવશે તો આ નિ:શુલ્ક (ફ્રી) સેમિનાર નો લાભ લેવા ઇચ્છતા માંગતા યુવકો તેમજ યુવતીઓ એ એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર 9327844034 પર પોતાનું નામ મોકલી સંપર્ક કરવાનો રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande