સિદ્ધપુર નગરપાલિકા સામાન્ય સભા યોજાઈ: વિકાસના વિવિધ કામો સર્વાનુમતે મંજૂર
પાટણ, 26 ઓગસ્ટ (હિ.સ.): સિદ્ધપુર ખાતે યોજાયેલી સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના વિકાસ માટે અગત્યના અનેક કામો પર ચર્ચા કરીને મહત્વપૂર્ણ ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠક
સિદ્ધપુર નગરપાલિકા સામાન્ય સભા યોજાઈ : વિકાસના વિવિધ કામો સર્વાનુમતે મંજૂર થયા


પાટણ, 26 ઓગસ્ટ (હિ.સ.): સિદ્ધપુર ખાતે યોજાયેલી સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના વિકાસ માટે અગત્યના અનેક કામો પર ચર્ચા કરીને મહત્વપૂર્ણ ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા દિશામાં પગલા લેવામાં આવ્યા. બેઠકમાં મુખ્યત્વે હજી સુધી જૂની પાણીની લાઇનના નવનિર્માણ, અસરગ્રસ્ત વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન નાખવાની, તેમજ શહેરના પેપલ્લા વિસ્તાર અને ઋષિ તળાવને પુનઃજીવિત કરવાના કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું.

આ ઉપરાંત નગર પાલિકા દ્વારા ડિસીલ્ટિંગની કામગીરી ઉપાડવા તેમજ શહેરને ગ્રીન સિટી અને ક્લીન સિટી બનાવવા માટેના ભાગરૂપે વિવિધ કાર્ય વિભાગોના પ્રોજેક્ટ્સનો સમાવેશ કરીને આગળ વધવાની દિશા નિર્ધારિત કરવામાં આવી. આ જનરલ સભા દરમિયાન શાંત અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં સભ્યો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી અને અંતે તમામ રજૂ કરાયેલા કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી.

આ રીતે સિદ્ધપુર નગર પાલિકાની આ બેઠકમાં વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે, જે આવતા સમયમાં શહેરને વધુ સ્વચ્છ, હરિયાળું અને સુવિધાસભર બનાવવામાં સહાયક બનશે. સિધ્ધપુર નગરપાલિકાના ચીફ ઓફિસર કૃપેશ પટેલ અને કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે જણાવ્યું હતું કે પેપલ્લા તેમજ ઋષિ તળાવ વિસ્તારો વરસાદી પાણીમા ઘરકાવ થઈ જવાને કારણે લોકોની સમસ્યાનુ કાયમી નિરાકરણ લાવવા હેતુ વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ને હાલમા સર્વાનુમતે મંજુરી આપવામા આવી હતી. જે કામગીરી ને લઇને આગામી સમયમાં બજેટ મંજુર કરી કામગીરી શરૂ કરાશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande