વોશિંગ્ટન, નવી દિલ્હી, 26 ઓગસ્ટ (હિ.સ.) અમેરિકી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વ્હાઇટ હાઉસમાં, દક્ષિણ કોરિયાના નવા
રાષ્ટ્રપતિ લી જે મ્યગનું સ્વાગત કર્યું. બંને નેતાઓ વચ્ચે વેપાર અને સંરક્ષણ
સહયોગ અંગે, મહત્વપૂર્ણ વાટાઘાટો થઈ.
બેઠકના થોડા કલાકો પહેલા, ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને, દાવો
કર્યો હતો કે,” દક્ષિણ કોરિયામાં પર્જ અથવા ક્રાંતિ થઈ રહી છે અને
ચેતવણી આપી હતી કે, તેઓ સિયોલ સાથે વેપાર કરશે નહીં.” જોકે, ટ્રમ્પ શું ઈશારો
કરી રહ્યા હતા તે સ્પષ્ટ નહોતું.
દક્ષિણ કોરિયા છેલ્લા ઘણા મહિનાઓથી, રાજકીય ઉથલપાથલનો સામનો
કરી રહ્યું છે. ગયા ડિસેમ્બરમાં માર્શલ લો લાદ્યા બાદ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યુન
સુક યોલને પદ પરથી હટાવવામાં આવ્યા હતા, ત્યારબાદ દેશમાં સત્તા પરિવર્તન થયું હતું.
આ બેઠક પહેલા, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે, બંને નેતાઓ જુલાઈમાં
થયેલા વેપાર કરારની વિગતો સ્પષ્ટ કરશે. આ સોદા હેઠળ, સિયોલે અમેરિકામાં સેંકડો અરબ ડોલરનું રોકાણ
કરવાનું વચન આપ્યું હતું. કરાર મુજબ, દક્ષિણ કોરિયાના માલ પર 15% ટેરિફ નક્કી કરવામાં આવ્યો હતો.જ્યારે ટ્રમ્પે
અગાઉ 25% સુધીની ડ્યુટી
લાદવાની ધમકી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ