પાટણ, 26 ઓગસ્ટ (હિ.સ.): આજે સવારે પાટણ બસ સ્ટેન્ડ પરથી પાટણ-અમદાવાદ વચ્ચે નવી વોલ્વો AC બસ સેવાનો આરંભ થયો. સવારે 10 વાગ્યે બસના આગમન સમયે નાગરિકોએ હર્ષભેર સ્વાગત કર્યું. આ નવિન સેવા રાહતદાયક મુસાફરી માટે ઉમદા પગલું છે. આ સેવા દિનમાં બે વખત ઉપલબ્ધ રહેશે. પાટણથી અમદાવાદ માટે બસ સવારે 10:30 અને સાંજે 6:30 વાગ્યે ઉપડશે, જ્યારે અમદાવાદથી પાટણ માટે સવારે 6:30 અને બપોરે 2:30 વાગ્યે બસ રહેશે. મુસાફરી માટે ટિકિટનો દર રૂ. 241 નક્કી કરવામાં આવ્યો છે.
ઉદઘાટન પ્રસંગે પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, કોર્પોરેટર ચંપાબેન દેસાઈ, જયેશ પટેલ, રાહુલ દેસાઈ, મંત્રી ભરત જોશી અને મહામંત્રી જીગ્નેશ સોની સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ વોલ્વો સેવા પાટણ અને અમદાવાદ વચ્ચેની નિયમિત મુસાફરી માટે લોકો માટે વધુ આરામદાયક અને સમયસર પહોંચાડતી વ્યવસ્થા તરીકે સાબિત થશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ