સુરત, 26 ઓગસ્ટ (હિ.સ.): સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલને પેપરલેસ બનાવવામાં માટેની દિશામાં એચઆઇએમએસ સિસ્ટમથી સજ્જ કરવામાં આવી રહ્યું છે. કેસ પેપરથી લઈને ઓપીડીમાં ડોક્ટરને બતાવવા સુધી તેમજ દવા સહિત મોટાભાગની કામગીરી હાલમાં પેપરલેસ કરી દેવામાં આવી છે.જોકે આ સિસ્ટમને લીધે દર્દીઓને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે.તેમજ સારવાર મેળવવામાં વિલંભ પણ થઇ રહયો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ પરિસ્થિતિઓ વચ્ચે સર્જરી વિભાગની ઓપીડીમાં બે ડોકટરો વચ્ચે માત્ર એક જ કોમ્પ્યુટર હોવાને લીધે દર્દીઓને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્મીમેર હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અહીં મેડિસિન, સર્જરી, ઓર્થોપેડિક અને ઈએનટી વિભાગની ઓપીડીમાં અન્ય ઓપીડીની સરખામણીમાં દર્દીઓની સંખ્યા વધુ હોય છે.જોકે હાલમાં પરિસ્થિતિ એવી છે કે સર્જરી વિભાગની ઓપીડી અલગ અલગ ચાર જેટલા ટેબલો છે.જ્યા એક સિનિયર સહીત બે ડોકટરો દર્દીઓને જોવા માટે બેસતા હોય છે. પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે એક ટેબલ ઉપર બે ડોક્ટર વચ્ચે માત્ર એક જ કોમ્પ્યુટર છે.જેને કારણે એક કોમ્પ્યુટર ઉપર એક ડોકટર કામ કરી શકે, જયારે બીજી બાજુ ઓપીડીની બાહર દર્દીઓને લાંબી કતાર લાગે છે. આના પરથી વિચારી શકાય છે કે ઓપીડીમાં પૂરતા પ્રમાણમાં કોમ્પ્યુટર નહીં હોવાને કારણે દર્દીઓને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એટલુંજ નહીં ડોકટરોનું પણ કહેવું છે કે તેમની પાસે એક કોમ્પ્યુટર છે તો એક પર કામ થઇ શકે છે. આ પરિસ્થિતિ વચ્ચે ઓપડીની બાહર દર્દીઓની લાંબી કતારો લાગી રહી છે. અને તેમને સમસયર સારવાર મેળવવામાં પણ વિલંભ થઇ રહ્યો છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે એક ટેબલ ઉપર બે કોમ્પ્યુટર હોવા જોઈએ, ખાસ કરીને સર્જરી વિભાગ અને અન્ય જે ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધુ હોય છે, ત્યાં વધારાના કોમ્પ્યુટરની ડિમાન્ડ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં વધારાના કોમ્પ્યુટરની વ્યવસ્થાઓ થઇ જશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે