રિયો ડી જાનેરો, નવી દિલ્હી, 27 ઓગસ્ટ (હિ.સ.). બ્રાઝિલિયન ફૂટબોલ ફેડરેશન (સીબીએફ) એ, મંગળવારે જાહેરાત કરી હતી કે પાંચ વખતના વિશ્વ ચેમ્પિયન બ્રાઝિલ ઓક્ટોબરમાં દક્ષિણ કોરિયા અને જાપાન સામે મૈત્રી મેચ રમશે. આ મેચો 2026 વર્લ્ડ કપની તૈયારીનો ભાગ હશે.
સમયપત્રક મુજબ, બ્રાઝિલ 10 ઓક્ટોબરે સિયોલમાં દક્ષિણ કોરિયા સામે ટકરાશે, જ્યારે 14 ઓક્ટોબરે ટોક્યોમાં જાપાન સામે ટકરાશે. બ્રાઝિલ 2026 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગયું છે અને આવતા મહિને તેના છેલ્લા બે ક્વોલિફાયરમાં ચિલી અને બોલિવિયાનો સામનો કરશે.
સીબીએફ જનરલ કોઓર્ડિનેટર રોડ્રિગો કેટાનોએ જણાવ્યું હતું કે, આ મૈત્રીપૂર્ણ મેચો ટીમને વિવિધ ફૂટબોલ શૈલીઓનો અનુભવ આપશે. તેમણે કહ્યું, દક્ષિણ કોરિયા અને જાપાન પછી, અમારી યોજના નવેમ્બરમાં આફ્રિકન ટીમો અને માર્ચ અને જૂન 2026માં ટોચની યુરોપિયન ટીમો સામે સ્પર્ધા કરવાની છે. વર્લ્ડ કપ પહેલા વિવિધ ફૂટબોલ શૈલીઓ સામે સ્પર્ધા કરવી અમારા માટે એક મૂલ્યવાન અનુભવ હશે. ટીમના કોચ કાર્લો એન્સેલોટીએ એમ પણ કહ્યું હતું કે, આ મેચો તેમને ખેલાડીઓની ક્ષમતાઓ અને વ્યક્તિત્વને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે. 66 વર્ષીય ઇટાલિયન કોચે, રીઅલ મેડ્રિડમાં સફળ કાર્યકાળ બાદ મે મહિનામાં બ્રાઝિલનો હવાલો સંભાળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ