અનુભવી ભારતીય સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને, આઈપીએલ માંથી નિવૃત્તિ લીધી
નવી દિલ્હી, 27 ઓગસ્ટ (હિ.સ.). અનુભવી ભારતીય સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને, બુધવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માંથી નિવૃત્તિની જાહેરાત કરી. જોકે, તેમણે કહ્યું છે કે, તેઓ અન્ય લીગમાં રમવાનું ચાલુ રાખશે. તેમણે બુધવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ
​​રવિચંદ્રન અશ્વિનની, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માંથી નિવૃત્તિની જાહેરાત


નવી દિલ્હી, 27 ઓગસ્ટ (હિ.સ.). અનુભવી ભારતીય સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને, બુધવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માંથી નિવૃત્તિની જાહેરાત કરી. જોકે, તેમણે કહ્યું છે કે, તેઓ અન્ય લીગમાં રમવાનું ચાલુ રાખશે.

તેમણે બુધવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી. અશ્વિને એક્સ પર લખ્યું, ખાસ દિવસ અને તેથી એક ખાસ શરૂઆત. એવું કહેવાય છે કે, દરેક અંત સાથે એક નવી શરૂઆત થાય છે. આઈપીએલ ક્રિકેટર તરીકે મારો સમય આજે સમાપ્ત થઈ રહ્યો છે, પરંતુ વિવિધ લીગમાં રમતનું અન્વેષણ કરવાનો મારો સમય આજથી શરૂ થાય છે. હું આટલા વર્ષોની અદ્ભુત યાદો અને સંબંધો માટે બધી ફ્રેન્ચાઇઝીનો આભાર માનું છું. સૌથી મહત્વપૂર્ણ આઈપીએલ અને બીસીસીઆઈ (ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ) નો, જેમણે મને અત્યાર સુધી ઘણું બધું આપ્યું છે. હું મારી આગળ જે કંઈ છે તેનો આનંદ માણવા અને તેનો સંપૂર્ણ લાભ લેવા માટે આતુર છું.

અશ્વિન પહેલાથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે

અશ્વિન પહેલાથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયા સામે ગાબા ટેસ્ટ પછી તેણે 18 ડિસેમ્બર 2024 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે, તે આઈપીએલ રમવાનું ચાલુ રાખ્યું. હવે આ અનુભવી ખેલાડીએ આઈપીએલ ને પણ અલવિદા કહી દીધું છે.

ગયા સિઝનમાં પ્રદર્શન ખાસ નહોતું. 38 વર્ષીય અશ્વિન ગયા સિઝનમાં ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) ટીમનો ભાગ હતો, પરંતુ તેનું પ્રદર્શન ખાસ નહોતું. આઈપીએલ 2025 માં તેને 9 મેચ રમવાની તક મળી હતી, જ્યાં તેણે 7 વિકેટ લીધી હતી. આ ઉપરાંત, તેણે બેટિંગ કરતી વખતે ફક્ત 33 રન બનાવ્યા હતા.

આઈપીએલ માં અશ્વિનનું પ્રદર્શન: અશ્વિને સીએસકે ફ્રેન્ચાઇઝી સાથે તેની આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી અને તે જ ફ્રેન્ચાઇઝીમાં રહીને તેની આઈપીએલ કારકિર્દીનો અંત કર્યો છે. સીએસકે ઉપરાંત, તે આઈપીએલ માં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ ટીમનો ભાગ હતો. તેણે પંજાબ ટીમનું નેતૃત્વ પણ કર્યું છે. અશ્વિને આઈપીએલ માં કુલ 220 મેચ રમી હતી, જેમાં તેણે 187 વિકેટ લીધી હતી. તેનો ઇકોનોમી રેટ 7.2 હતો. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 34 રનમાં ચાર વિકેટ હતું. આ ઉપરાંત, તેમણે 118.16 ના સ્ટ્રાઇક રેટથી 833 રન પણ બનાવ્યા.

હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande