ભારત એક અખંડ અને હિન્દુ રાષ્ટ્ર છે - ડૉ. મોહન ભાગવત
નવી દિલ્હી, 28 ઓગસ્ટ (હિ.સ.) સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત ત્રણ દિવસીય વ્યાખ્યાન શ્રેણીના અંતે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે પ્રશ્નોનું નિરાકરણ કર્યું. તેમણે કહ્યું, “ભારત અખંડ છે, આ જીવનની હકીકત છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત


નવી દિલ્હી,

28 ઓગસ્ટ (હિ.સ.) સંઘના શતાબ્દી

વર્ષ નિમિત્તે આયોજિત ત્રણ દિવસીય વ્યાખ્યાન શ્રેણીના અંતે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન

ભાગવતે પ્રશ્નોનું નિરાકરણ કર્યું. તેમણે કહ્યું, “ભારત અખંડ છે, આ જીવનની હકીકત છે. પૂર્વજો, સંસ્કૃતિ અને માતૃભૂમિ આપણને એક કરે છે. અખંડ

ભારત ફક્ત રાજકારણ નથી, પરંતુ લોકોની

એકતા છે. જ્યારે આ ભાવના જાગૃત થશે, ત્યારે દરેક વ્યક્તિ ખુશ અને શાંતિપૂર્ણ રહેશે.” સંઘ વિશેની એવી ધારણા ખોટી છે

કે તે કોઈની વિરુદ્ધ છે. આપણા પૂર્વજો અને સંસ્કૃતિ સમાન છે. પૂજાની પદ્ધતિ અલગ

હોઈ શકે છે, પરંતુ ઓળખ એક છે.

બધા પક્ષોમાં આંતર-ધાર્મિક વિશ્વાસ સ્થાપિત કરવાની જરૂર છે. મુસ્લિમોએ એ ડર છોડી

દેવો પડશે કે સાથે મળીને આગળ વધવાથી તેમનો ઇસ્લામ નાશ પામશે.

સરસંઘચાલકજીએ

સ્વતંત્રતા સંગ્રામ અને વિવિધ સામાજિક ચળવળોમાં સંઘની ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે

કહ્યું કે, સંઘ ક્યારેય સામાજિક ચળવળોમાં અલગથી પોતાનો ઝંડો ઊંચો કરતો નથી.

સ્વયંસેવકોને જ્યાં પણ સારું કાર્ય થઈ રહ્યું હોય, ત્યાં સહકાર આપવાની સ્વતંત્રતા

છે.

રાષ્ટ્રીય

સ્વયંસેવક સંઘની કાર્યપદ્ધતિ અંગે, સરસંઘચાલક એ

સ્પષ્ટતા કરી કે, સંઘનું કોઈ ગૌણ સંગઠન નથી, બધા સંગઠનો સ્વતંત્ર, સ્વાયત્ત અને આત્મનિર્ભર છે. ક્યારેક

સંગઠન અને પક્ષ વચ્ચે તફાવત જોવા મળે છે, પરંતુ આ ફક્ત સત્યની શોધની પ્રક્રિયા છે. સંઘર્ષને પ્રગતિના સાધન તરીકે માનીને,

દરેક વ્યક્તિ પોતપોતાના

ક્ષેત્રમાં નિઃસ્વાર્થપણે કાર્ય કરે છે. આપણા મંતવ્યોમાં મતભેદ હોઈ શકે છે,

પરંતુ દુશ્મનાવટ

નહીં, આ માન્યતા દરેકને

એક જ મુકામ પર લઈ જાય છે.

સંઘની વિરોધમાં

મત રાખવા વાળા

અન્ય રાજકીય

પક્ષો સાથે સહયોગ અને વિરોધી મંતવ્યો ધરાવતા લોકો પ્રત્યેના વલણના ઉદાહરણો આપતા

તેમણે કહ્યું કે, મૌલાના આઝાદથી લઈને પ્રણવ મુખર્જી સુધી, દરેક વ્યક્તિએ સંઘ વિશે પોતાનો અભિપ્રાય બદલ્યો

છે. તેમણે કહ્યું કે સંઘ હંમેશા સારા કાર્ય માટે મદદ માંગનારાઓને ટેકો આપે

છે. જો સામેથી કોઈ અવરોધ આવે છે, તો સંઘ તેમની

ઇચ્છાનો આદર કરીને પાછળ હટે છે.

તેમણે કહ્યું કે

આપણે નોકરી શોધનારા નહીં, નોકરી આપનારા

બનવું પડશે. આજીવિકા એટલે નોકરી, એ સમાજથી બહાર આવવું જોઈએ. આનાથી સમાજને

ફાયદો થશે અને નોકરીઓ પરનું દબાણ ઘટશે. સરકાર મહત્તમ 30 ટકા લોકોને તકો પૂરી પાડી શકે છે, બાકીનાને શ્રમ દ્વારા કમાવું પડશે. કામને નાનું

ગણવાની વિચારસરણીએ સમાજને અધોગતિ આપી છે. શ્રમને માન આપવું પડશે. યુવાનોમાં પોતાના

પરિવારનું નિર્માણ કરવાની ક્ષમતા છે, આની મદદથી આપણે વિશ્વને કાર્યબળ પણ પૂરું પાડી શકીએ છીએ.

વસ્તી અને વસ્તી

વિષયક પરિવર્તન

સરસંઘચાલકજીએ

જન્મ દરમાં સંતુલન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે, દેશના હિતમાં,

દરેક પરિવાર પાસે ત્રણ

બાળકો હોવા જોઈએ અને પોતાને તે સુધી મર્યાદિત રાખવા જોઈએ. તેમણે કહ્યું,

નવી પેઢીએ વસ્તી

નિયંત્રિત અને પર્યાપ્ત રહે, તે સુનિશ્ચિત કરવા માટે તૈયાર રહેવું પડશે.

વસ્તી વિષયક

પરિવર્તનના વિષય પર, તેમણે ધર્માંતરણ

અને ઘૂસણખોરીનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, વસ્તી વિષયક પરિવર્તન ઘણીવાર ગંભીર

પરિણામો તરફ દોરી જાય છે, દેશના વિભાજન પણ.

તેમણે સ્પષ્ટતા કરી કે, સંખ્યા કરતાં વધુ, આપણે ઇરાદા વિશે ચિંતા કરવી પડશે.

ધર્માંતરણ લોભ કે બળજબરીથી ન થવું જોઈએ. જો તે થાય છે, તો તેને રોકવું જરૂરી છે. તે જ સમયે, તેમણે ઘૂસણખોરી પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું

કે, “રોજગાર આપણા દેશના લોકોને આપવો જોઈએ, ગેરકાયદેસર રીતે આવતા લોકોને નહીં.

દેશનું વિભાજન

અને અખંડ ભારત

સરસંઘચાલકજીએ

કહ્યું કે, સંઘે દેશના વિભાજનનો વિરોધ કર્યો હતો. આજે આપણે અલગ થયેલા દેશોમાં

વિભાજનના દુષ્પ્રભાવો જોઈ રહ્યા છીએ. ભારત અવિભાજિત છે, આ જીવનની હકીકત છે. પૂર્વજો, સંસ્કૃતિ અને માતૃભૂમિ આપણને એક બનાવે છે. અખંડ

ભારત ફક્ત રાજકારણ નથી, પરંતુ લોકોની

એકતા છે. જ્યારે આ ભાવના જાગૃત થશે, ત્યારે દરેક વ્યક્તિ ખુશ અને શાંતિપૂર્ણ રહેશે.

ડૉ. મોહન

ભાગવતજીએ હિન્દુ-મુસ્લિમ એકતાને સામાન્ય પૂર્વજો અને સંસ્કૃતિ પર આધારિત ગણાવી અને

કહ્યું કે, સંઘ વિશે એક ખોટી ધારણા વિકસાવી છે કે આપણે કોઈની વિરુદ્ધ છીએ. આ

ધારણાનો પડદો દૂર કરીને સંઘને જોવો જોઈએ. તેમણે કહ્યું, “અમે હિન્દુ કહીશું, તમે તેને ભારતીય માની શકો છો - અર્થ એક જ છે.

આપણા પૂર્વજો અને સંસ્કૃતિ સમાન છે.” પૂજાની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે છે, પરંતુ આપણી ઓળખ એક છે. તેમણે કહ્યું કે, બંને

બાજુથી વિશ્વાસ સ્થાપિત થવો જોઈએ - હિન્દુઓની શક્તિને જાગૃત કરવાની જરૂર છે અને

મુસ્લિમોનો ડર કે જો તેઓ સાથે ચાલશે, તો તેમનો ઇસ્લામ અદૃશ્ય થઈ જશે તે દૂર થવો

જોઈએ. તેમણે કહ્યું કે, આપણે ખ્રિસ્તી ધર્મ કે ઇસ્લામના અનુયાયીઓ હોઈ શકીએ છીએ,

પરંતુ આપણે યુરોપિયન કે

આરબ નથી અને આ ધર્મોના નેતાઓએ તેમના લોકોને આ શીખવવું જોઈએ.

તેમણે કહ્યું કે,

દેશમાં સ્થાનોના નામ આક્રમણકારો પર નહીં, પરંતુ અબ્દુલ હમીદ અને એપીજે અબ્દુલ કલામ જેવા વ્યક્તિત્વો પર હોવા જોઈએ.

જો સંઘ હિંસામાં

સામેલ સંગઠન હોત, તો તે 75 હજાર સ્થાનો સુધી પહોંચી શક્યું ન હોત. સંઘના

સ્વયંસેવક કોઈપણ હિંસામાં સામેલ હોવાનું કોઈ ઉદાહરણ નથી. તેનાથી વિપરીત, સંઘના સેવા કાર્યને જોવું જોઈએ, જે સંઘના સ્વયંસેવકો કોઈપણ ભેદભાવ વિના કરે છે.

અનામત

અનામત પર,

તેમણે કહ્યું કે,

અનામતનો વિષય તર્કનો નથી, પરંતુ સંવેદનાનો

છે. જો અન્યાય થયો છે, તો તેને સુધારવો

જોઈએ. તેમણે સ્પષ્ટતા કરી કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ, ભૂતકાળમાં બંધારણ મુજબ અનામતને ટેકો આપ્યો છે

અને ભવિષ્યમાં પણ આપતું રહેશે. જ્યાં સુધી લાભાર્થીઓને તેની જરૂર પડશે, ત્યાં સુધી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘતેમની સાથે રહેશે. પોતાના લોકો માટે છોડવું એ

ધર્મ છે.

તેમણે કહ્યું કે,

૧૯૭૨માં ધાર્મિક નેતાઓએ સ્પષ્ટતા કરી હતી કે, હિન્દુ ધર્મમાં અસ્પૃશ્યતા અને

ભેદભાવનું કોઈ સ્થાન નથી. જો ક્યાંય જાતિ ભેદભાવનો ઉલ્લેખ હોય, તો તેનો અર્થ ગેરસમજ થઈ છે, તેને સ્વીકારવું જોઈએ. તેમણે કહ્યું કે,

હિન્દુઓમાં કોઈ એક ગ્રંથ નથી અને બધા તેનું પાલન કરે છે તેવું પણ નથી.

તેમણે કહ્યું કે,

આપણી પાસે આચારના બે પુરાવા છે - એક શાસ્ત્ર છે અને બીજો લોકો છે. લોકો જે ઇચ્છે

છે, એવું થાય છે. ભારતના લોકો

જાતિ ભેદભાવનો વિરોધ કરે છે. સંઘ તમામ સમુદાયોના નેતાઓને એક સાથે આવવા અને પોતાનું

અને સમગ્ર સમાજનું ધ્યાન રાખવા માટે પણ પ્રેરણા આપે છે.

તેમણે કહ્યું કે,

ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોથી લોકોમાં ગુણવત્તા અને સંસ્કૃતિ વધવી જોઈએ અને

સંઘ આ દિશામાં પ્રયાસો કરે છે.

ભાષા

ભાષા અંગે,

સરસંઘચાલકે કહ્યું કે,

ભારતની બધી ભાષાઓ રાષ્ટ્રીય છે, પરંતુ પરસ્પર વાતચીત માટે, વ્યવહારની ભાષાની

જરૂર છે અને તે વિદેશી ન હોવી જોઈએ. બધી ભાષાઓમાં આદર્શો અને વર્તન સમાન છે,

તેથી વિવાદની કોઈ જરૂર

નથી. આપણે આપણી માતૃભાષા જાણવી જોઈએ, રાજ્યની ભાષા બોલવી જોઈએ અને વ્યવહારની સામાન્ય

ભાષા અપનાવવી જોઈએ. આ ભારતીય ભાષાઓની સમૃદ્ધિ અને એકતાનો માર્ગ છે. આ ઉપરાંત,

વિશ્વની ભાષાઓ શીખવા પર

કોઈ પ્રતિબંધ નથી.

સંઘની

પરિવર્તનશીલતા

સરસંઘચાલકજી એ

કહ્યું કે, સંઘ એક પરિવર્તનશીલ સંગઠન છે. અમે ફક્ત ત્રણ બાબતો પર અડગ છીએ. તેમણે

કહ્યું, “વ્યક્તિત્વ વિકાસ

દ્વારા સમાજના વર્તનમાં પરિવર્તન શક્ય છે અને અમે તે બતાવ્યું છે. સમાજને સંગઠિત

કરો, બધા પરિવર્તન પોતાની મેળે

થાય છે. ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે. આ ત્રણ બાબતો સિવાય સંઘમાં બધું જ બદલાઈ શકે

છે. બીજી બધી બાબતોમાં સુગમતા છે.”

શિક્ષણમાં

સંસ્કાર (સંસ્કૃતિ)

ટેકનોલોજી અને

આધુનિકતાનો શિક્ષણ સાથે વિરોધ નથી. શિક્ષણ ફક્ત શાળાકીય શિક્ષણ કે માહિતી પૂરતું

મર્યાદિત નથી. શિક્ષણનો ઉદ્દેશ્ય માણસને સંસ્કારી બનાવવાનો અને તેને વાસ્તવિક માણસ

બનાવવાનો છે. આપણા મૂલ્યો અને સંસ્કૃતિનું શિક્ષણ દરેક જગ્યાએ આપવું જોઈએ. આ

ધાર્મિક શિક્ષણ નથી. આપણા ધર્મો અલગ અલગ હોઈ શકે છે, પરંતુ સમાજના સ્તરે આપણે બધા એક છીએ. સારા

સંસ્કાર અને શિષ્ટાચાર સાર્વત્રિક મૂલ્યો છે. ભારતમાં ખૂબ જ સમૃદ્ધ સાહિત્યિક

પરંપરા છે. તે શીખવવું જ જોઈએ, પછી ભલે તે

મિશનરી શાળા હોય કે મદરેસા.

મથુરા કાશી

મથુરા અને કાશી

પ્રત્યે હિન્દુ સમાજના આગ્રહનું સન્માન કરવું જોઈએ. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે,

સંઘે રામ મંદિર ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો, પરંતુ હવે સંગઠન અન્ય કોઈ ચળવળમાં સીધી રીતે

સામેલ થશે નહીં. તેમણે કહ્યું, “રામ મંદિર

બનાવવાનો અમારો આગ્રહ હતો અને સંઘે આ આંદોલનને ટેકો આપ્યો. હવે સંઘ અન્ય

આંદોલનોમાં ભાગ લેશે નહીં. પરંતુ કાશી-મથુરા અને અયોધ્યાનું હિન્દુ માનસમાં મહત્વ

છે. બે જન્મસ્થળ છે અને એક નિવાસસ્થાન છે. હિન્દુ સમાજ આનો આગ્રહ રાખે તે

સ્વાભાવિક છે.”

સરસંઘચાલકજી એ

કહ્યું કે, સંઘમાં સેવા-નિવૃત્તિનો કોઈ ખ્યાલ નથી. “મેં ક્યારેય કહ્યું નથી કે હું

ચોક્કસ ઉંમરે નિવૃત્તિ લઈશ અથવા કોઈએ નિવૃત્તિ લેવી જોઈએ. આપણે બધા સંઘમાં

સ્વયંસેવકો છીએ. જો હું 80 વર્ષનો થઈ જાઉં

અને મને શાખા ચલાવવાનું કામ સોંપવામાં આવે, તો મારે તે કરવું પડશે. સંઘ અમને જે કાર્ય

સોંપે છે તે અમે કરીએ છીએ. નિવૃત્તિનો પ્રશ્ન અહીં લાગુ પડતો નથી.”

સંઘમાં ફક્ત એક જ

વ્યક્તિ પર કોઈ નિર્ભરતા નથી. તેમણે કહ્યું, “હું એકમાત્ર સરસસંઘચાલક નથી, અહીં 10 વધુ લોકો છે, જે આ જવાબદારી સંભાળી શકે છે. અમે જીવનમાં ગમે ત્યારે નિવૃત્તિ

લેવા અને સંઘ ઇચ્છે ત્યાં સુધી કામ કરવા તૈયાર છીએ.”

મહિલાઓની ભૂમિકા

સામાજિક સંગઠનના

પ્રયાસોમાં મહિલાઓનો સક્રિય ભાગ છે. “૧૯૩૬માં રાષ્ટ્રીય સેવિકા સમિતિની રચના

કરવામાં આવી હતી, જે મહિલા શાખાઓ

ચલાવે છે. આ પરંપરા આજ સુધી ચાલુ છે. સંઘથી પ્રેરિત ઘણી સંસ્થાઓનું નેતૃત્વ મહિલાઓ

કરે છે. મહિલાઓ અને પુરુષો આપણા પૂરક છે.”

સંઘનું

કાર્યક્ષેત્ર ભારત પર કેન્દ્રિત છે, પરંતુ વિદેશી દેશોમાં સ્વયંસેવકો ત્યાંના કાયદા અનુસાર કાર્ય કરે છે.

મંદિરો પર

અધિકારો

તેમણે કહ્યું કે,

“બધા મંદિરો સરકાર પાસે નથી, કેટલાક ખાનગી અને

ટ્રસ્ટ પાસે છે. તેમની સ્થિતિ સારી હોવી જોઈએ.” દેશનું મન તૈયાર છે કે મંદિરો

ભક્તોને સોંપવામાં આવે, પરંતુ આ માટે પણ

વ્યવસ્થા કરવી જોઈએ. “જ્યારે આપણને મંદિરો મળે, ત્યારે પૂજા, પૈસા અને ભક્તોના હિતમાં સ્થાનિકથી રાષ્ટ્રીય

સ્તર સુધી વ્યવસ્થા કરવી જોઈએ. જેથી જો કોર્ટ નિર્ણય આપે તો આપણે તૈયાર હોઈએ.”

ગૃહસ્થ

સ્વયંસેવકોની ભૂમિકા અંગે સરસંઘચાલકે કહ્યું કે, “સંઘમાં ગૃહસ્થ સ્વયંસેવકો ઉચ્ચ પદ સુધી પહોંચી

શકે છે. ભૈયાજી દાણી, લાંબા સમયથી સરકાર્યવાહ હતા અને ગૃહસ્થ પણ હતા.” તેમણે

સ્પષ્ટતા કરી કે, હાલમાં સંઘમાં 5 થી 7 લાખ સ્વયંસેવકો છે અને લગભગ સાડા ત્રણ હજાર

પ્રચારકો સક્રિય છે. ટોચના સ્તરે, સંઘને પૂર્ણ સમય

આપવો પડે છે. “ગૃહસ્થ લોકો અમારા માર્ગદર્શક છે, અમે તેમના મજૂર છીએ.”

સંઘના સભ્યપદ

માટે કોઈ પ્રક્રિયા નથી. સંઘના સ્વયંસેવકોને શોધીને અથવા સંઘની વેબસાઇટની મુલાકાત

લઈને સંઘમાં જોડાઈ શકાય છે.

ધર્માંતરણ માટે

વિદેશથી પૈસા

સરંઘચાલક,

ધર્માંતરણ માટે વિદેશથી આવતા પૈસા પર રોક લગાવવાની વાત કરતા હતા. તેમણે કહ્યું,

“જો સેવા માટે વિદેશથી

પૈસા આવે છે, તો તે ઠીક છે,

પરંતુ તેનો ઉપયોગ તે જ

હેતુ માટે થવો જોઈએ. સમસ્યા ત્યારે ઊભી થાય છે, જ્યારે આ પૈસા ધર્માંતરણમાં વપરાય

છે. “તેને અંકુશમાં લેવું જરૂરી છે, તેની ચકાસણી અને સંચાલન સરકારની જવાબદારી છે.”

સરસંઘચાલકે

કહ્યું કે, ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે અને તેની જાહેરાત કરવાની કોઈ જરૂર નથી.

તેમણે કહ્યું, હિન્દુ રાષ્ટ્ર

ઋષિ-મુનિઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તેને કોઈ સત્તાવાર ઘોષણાની જરૂર નથી,

તે સત્ય છે. તેમાં

વિશ્વાસ કરવો તમારા માટે ફાયદાકારક છે, તેમાં વિશ્વાસ ન કરવો તમારા માટે નુકસાનકારક છે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande