નવી દિલ્હી, 28 ઓગસ્ટ (હિ.સ.)
ઇન્ટર મિયામી લીગ કપ 2025ના ફાઇનલમાં સ્થાન
મેળવ્યું છે. ટીમે ગુરુવારે (ભારતીય સમય)
ચેઝ સ્ટેડિયમ ખાતે રમાયેલી, સેમિફાઇનલમાં ફ્લોરિડા ડર્બી હરીફ ઓરલેન્ડો સિટીને 3-1 થી હરાવ્યું.
લિયોનેલ મેસ્સીના મજબૂત વાપસી અને બીજા હાફમાં, બે ગોલથી
મિયામીનો વિજય સુનિશ્ચિત થયો. તે જ સમયે, ટેલાસ્કો સેગોવિયાએ ઇન્જરી ટાઇમમાં ગોલ કરીને મેચ જીતી
લીધી. આ જીત સાથે, મિયામીએ 31 ઓગસ્ટના રોજ
યોજાનારી ફાઇનલમાં એલએગેલેક્સી અથવા સિએટલ સાઉન્ડર્સનો, સામનો કરવાનો અધિકાર
મેળવ્યો છે. આ સાથે, ટીમે 2026 કોનકાકાફ
ચેમ્પિયન્સ કપમાં, પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
ઓરલેન્ડો સિટીએ, પહેલા હાફના ઇન્જરી ટાઇમમાં માર્કો પેસાલિચના
ગોલથી લીડ મેળવી હતી. પરંતુ બીજા હાફમાં રમત સંપૂર્ણપણે પલટી ગઈ. 77મી મિનિટે, મેસ્સીએ ડેવિડ
બ્રેકાલોના રેડ કાર્ડ પછી, મળેલી પેનલ્ટીમાં ગોલ કરીને સ્કોર 1-1 કરી દીધો. આ પછી, 88મી મિનિટે, મેસ્સીએ તેના
જૂના સાથી જોર્ડી આલ્બા સાથે શાનદાર સંકલન સાથે બીજો ગોલ કર્યો. સ્ટેડિયમમાં હાજર
દર્શકોની ખુશી ચરમસીમાએ પહોંચી ગઈ. તે જ સમયે, 91મી મિનિટે, સેગોવિયાએ લુઈસ સુવારેઝ સાથે, વન-ટુ રમતી વખતે ત્રીજો ગોલ
કર્યો અને મિયામીની જીત સુનિશ્ચિત કરી.
હવે ઓરલેન્ડો સિટીને, 31 ઓગસ્ટે ત્રીજા સ્થાન માટેની મેચમાં
એલએ ગેલેક્સી અથવા સિએટલ સાઉન્ડર્સનો, સામનો કરવો પડશે, જ્યાં જીતીને તેઓ
2૦26 કોનકાકાફ ચેમ્પિયન્સ કપ માટે, ટિકિટ મેળવવાનો પ્રયાસ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ