કટિહારમાં વિદ્યાર્થીઓને રૂમમાં બંધ કરીને, માર મારવાના મામલામાં એનએચઆરસીએ નોંધ લીધી, જવાબ માંગ્યો
નવી દિલ્હી, 28 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (એનએચઆરસી) એ બિહારના કટિહાર જિલ્લાના હફલાગંજમાં એક શિક્ષક દ્વારા શાળાના વિદ્યાર્થીઓને રૂમમાં બંધ કરીને માર મારવાના મામલામાં સ્વતઃ નોંધ લીધી છે. આયોગે આ મામલે બિહારના મુખ્ય સચિ
કેસ


નવી દિલ્હી, 28 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (એનએચઆરસી) એ બિહારના કટિહાર

જિલ્લાના હફલાગંજમાં એક શિક્ષક દ્વારા શાળાના વિદ્યાર્થીઓને રૂમમાં બંધ કરીને માર

મારવાના મામલામાં સ્વતઃ નોંધ લીધી છે.

આયોગે આ મામલે બિહારના મુખ્ય સચિવ અને કટિહાર પોલીસ

અધિક્ષકને નોટિસ જારી કરી છે અને 15 દિવસની અંદર કેસનો વિગતવાર અહેવાલ માંગ્યો છે.

એનએચઆરસી અનુસાર, “આયોગને મીડિયા અહેવાલો પરથી ખબર પડી કે, 21 ઓગસ્ટના રોજ

કટિહાર જિલ્લાના હફલાગંજ વિસ્તારમાં આવેલી એક સરકારી શાળામાં 18 વિદ્યાર્થીઓને

રૂમમાં બંધ કરીને માર મારવામાં આવ્યો હતો. આ પછી, કેટલાક વાલીઓએ શાળામાં જઈને આ ઘટના અંગે ફરિયાદ

કરી હતી.”

એનએચઆરસીએ કહ્યું કે,” આ ઘટના માનવ અધિકારોના ઉલ્લંઘનનો ગંભીર મામલો

છે, તેથી તેના પર

કાર્યવાહી જરૂરી છે.”

ઉલ્લેખનીય છે કે, આ ઘટના પછી, 22 ઓગસ્ટના રોજ, ઘણા ગ્રામજનો શાળામાં ભેગા થયા અને વિરોધ શરૂ

કર્યો. આ જોઈને, બધા પુરુષ

શિક્ષકો શાળા છોડીને ભાગી ગયા.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande