નવી દિલ્હી, 28 ઓગસ્ટ (હિ.સ.) દેશમાં નાણાકીય સમાવેશ માટે રાષ્ટ્રીય
મિશન તરીકે શરૂ કરાયેલ પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય) એ ગુરુવારે, તેના
11 વર્ષ પૂર્ણ કર્યા. આ સમયગાળા દરમિયાન, 56 કરોડથી વધુ જન ધન ખાતા ખોલવામાં આવ્યા હતા, જેમાં કુલ 2.68 લાખ
કરોડ રૂપિયા જમા થયા હતા. વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશ પહેલ તરીકે, પીએમજેડીવાય લાખો
વંચિત નાગરિકો માટે બેંકિંગની ઍક્સેસને ફરીથી વ્યાખ્યાયિત કરી રહી છે.
28 ઓગસ્ટ, 2૦14ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ, પીએમજેડીવાય યોજનાએ,
દેશભરમાં બેંકિંગ સેવાઓની ઍક્સેસનો વિસ્તાર કર્યો છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે
સત્તાવાર આંકડાઓ દ્વારા જણાવ્યું હતું કે,” લગભગ 67 ટકા ખાતા ગ્રામીણ અથવા
અર્ધ-શહેરી વિસ્તારોમાં છે,
જ્યારે ૫૬ ટકા
ખાતા મહિલાઓના નામે છે. આ પહેલથી દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને ઔપચારિક નાણાકીય
વ્યવસ્થામાં જોડાવામાં મદદ મળી છે.”
નાણામંત્રી સીતારમણે જણાવ્યું હતું કે,” પીએમજેડીવાય યોજના
હેઠળ 38 કરોડથી વધુ મફત રૂ-પેકાર્ડ જારી
કરવામાં આવ્યા છે, જેનાથી ડિજિટલ
વ્યવહારોમાં વધારો થયો છે.”
કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ, પીએમજેડીવાયને
વૈશ્વિક સ્તરે સૌથી વ્યાપક નાણાકીય સમાવેશ કાર્યક્રમોમાંનો એક ગણાવ્યો. તેમણે
કહ્યું કે,” જન ધન યોજના આદર, સશક્તિકરણ અને તકનું પ્રતીક છે.” ચૌધરીએ કહ્યું કે,”
પ્રધાનમંત્રી જન ધન યોજના માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી સફળ
નાણાકીય સમાવેશ પહેલોમાંની એક છે. સબસિડી વિતરણ માટે એક સકારાત્મક પરિવર્તન
પ્રણાલી, પ્રધાનમંત્રી જન
ધન યોજનાના મૂળમાં ત્રણ યોજનાઓ છે - જન ધન-આધાર-મોબાઇલ (જેએએમ). નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન, વિવિધ ડાયરેક્ટ
બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી)
યોજનાઓ હેઠળ બેંક
ખાતાઓમાં 6.9 લાખ કરોડ રૂપિયા
જમા કરવામાં આવ્યા છે.”
પીએમજેડીવાયખાતાઓની વિશેષતાઓ-
સંપૂર્ણપણે કેવાયસીસુસંગત પીએમજેડીવાયખાતાઓમાં,
બેલેન્સ અથવા વ્યવહારની રકમ પર કોઈ મર્યાદા નથી. તે બીએસબીએડખાતું છે. પીએમજેડીવાયખાતાધારકોને બેંક
શાખા તેમજ એટીએમ/સીડીએમ માં રોકડ
જમા કરાવવા, કેન્દ્ર/રાજ્ય
સરકારી એજન્સીઓ અને વિભાગોના કોઈપણ ઇલેક્ટ્રોનિક મોડ અથવા ચેક દ્વારા પૈસા
ઉપાડવા/જમા કરવા માટે મફત સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ઉપરાંત, યોજના હેઠળ એક
મહિનામાં જમા કરાવવાની રકમ અને રકમ પર કોઈ મર્યાદા નથી. એક મહિનામાં ઓછામાં ઓછા
ચાર મફત ઉપાડની મંજૂરી છે,
જેમાં મેટ્રો એટીએમ
સહિત કોઈપણ એટીએમ માંથી ઉપાડનો સમાવેશ થાય છે. બેંકો અનુગામી ઉપાડ પર શુલ્ક વસૂલ
કરી શકે છે. 2 લાખ રૂપિયાના
ઇનબિલ્ટ અકસ્માત વીમા કવરેજ સાથે મફત રૂ-પેડેબિટ કાર્ડ આપવામાં આવે છે.”
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ