સલમાન ખાને, ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવ્યો
નવી દિલ્હી, 28 ઓગસ્ટ (હિ.સ.) બોલીવુડના ભાઈજાન સલમાન ખાન, દરેક તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ભક્તિથી ઉજવે છે. આ વર્ષે પણ તેમણે પોતાના આખા પરિવાર સાથે, ખૂબ જ ધામધૂમથી ગણેશ ચતુર્થી ઉજવી હતી. સલમાને પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર એક ખાસ વીડિયો
ગણેશ ઉત્સવ


નવી દિલ્હી, 28 ઓગસ્ટ (હિ.સ.) બોલીવુડના ભાઈજાન સલમાન ખાન, દરેક તહેવાર ખૂબ જ ઉત્સાહ અને

ભક્તિથી ઉજવે છે. આ વર્ષે પણ તેમણે પોતાના આખા પરિવાર સાથે, ખૂબ જ ધામધૂમથી ગણેશ

ચતુર્થી ઉજવી હતી. સલમાને પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર એક ખાસ વીડિયો શેર કર્યો

છે, જેણે ચાહકોના દિલ

જીતી લીધા છે. આ વીડિયોમાં સલમાન ખાન ભગવાન ગણપતિની આરતી કરતો જોવા મળે છે.

સલમાનની સાદગી અને શ્રદ્ધાએ આ પ્રસંગને વધુ ખાસ બનાવ્યો હતો.

આ શુભ પ્રસંગે ફક્ત સલમાન જ નહીં, પરંતુ તેમનો આખો

પરિવાર, એકસાથે બાપ્પાની પૂજા કરતો જોવા મળ્યો હતો. સોહેલ ખાન, અરબાઝ ખાન, આયુષ શર્મા, અર્પિતા ખાન, સલમા ખાન અને

સલીમ ખાને સાથે મળીને ગણપતિની આરતી કરી હતી. આ દ્રશ્ય જોઈને સ્પષ્ટ થાય છે કે, દર

વખતની જેમ આ વખતે પણ ખાન પરિવાર પૂરા ઉત્સાહ અને ભક્તિથી, બાપ્પાનું સ્વાગત કરી

રહ્યો છે.

રસપ્રદ વાત એ હતી કે, આ પ્રસંગે અભિનેતા રિતેશ દેશમુખ અને

તેની પત્ની જેનેલિયા ડિસોઝા પણ બાપ્પાના દર્શન કરવા માટે તેમના બાળકો સાથે ખાન

પરિવારના ઘરે પહોંચ્યા હતા. વીડિયોમાં, રિતેશ અને જેનેલિયા તેમના નાના બાળકો સાથે બાપ્પાની

ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા હતા.

દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર, આનંદ અને ભક્તિથી ઉજવવામાં

આવી રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં, તેની ભવ્યતા જોવા જેવી છે. દરેક શેરી અને દરેક ઘરમાં

બાપ્પાની મૂર્તિઓ શણગારવામાં આવી છે અને ભક્તો પૂર્ણ શ્રદ્ધાથી ગણપતિ બાપ્પાનું

સ્વાગત કરે છે.

આપને જણાવી દઈએ કે, ગણેશ ચતુર્થી ભગવાન ગણેશની જન્મજયંતિ

તરીકે ઉજવવામાં આવે છે. ભક્તોનું માનવું છે કે, આ દિવસે બાપ્પા ઘરે આવે છે અને

બધાના દુ:ખ દૂર કરે છે અને તેમને સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande