રાજકીય હતાશામાં, રાહુલ-તેજશ્વી સામાજિક મર્યાદા તોડી રહ્યા છે: ચુગ
નવી દિલ્હી, 28 ઓગસ્ટ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ ગુરુવારે કહ્યું કે,” કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે, રાજકારણમાં જે સ્તર સુધી ઉતરી ગયા છે તે ભારતીય લોકશાહી માટે દુર્ભાગ્યપૂર્ણ
ચુગ


નવી દિલ્હી, 28 ઓગસ્ટ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ ગુરુવારે

કહ્યું કે,” કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને

રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી

યાદવે, રાજકારણમાં જે સ્તર સુધી ઉતરી ગયા છે તે ભારતીય લોકશાહી માટે

દુર્ભાગ્યપૂર્ણ છે.” તેમણે કહ્યું કે,” વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતા

માટે તેમના મંચ પરથી જે પ્રકારની અપશબ્દો બોલવામાં આવી છે તે રાજકીય ગૌરવની બધી

મર્યાદાઓ વટાવી ગઈ છે.”

ભાજપના મહાસચિવ તરુણ ચુગે પાર્ટી મુખ્યાલયમાં મીડિયાને

જણાવ્યું હતું કે,” રાજકારણમાં વૈચારિક મતભેદો હોઈ શકે છે, પરંતુ કોઈની

માતાનું અપમાન કરવું ખૂબ જ નિંદનીય છે.”

આ વર્તન દર્શાવે છે કે, “રાહુલ અને તેજસ્વીએ જનતાનો વિશ્વાસ

ગુમાવી દીધો છે અને હવે તેઓ રાજકીય હતાશામાં સામાજિક મર્યાદા તોડી રહ્યા છે.

બિહારના લોકોએ ક્યારેય અપમાન સ્વીકાર્યું નથી. રાહુલ અને તેજસ્વી હજાર વાર માફી

માંગે તો પણ તેમને આ અભદ્રતા માટે માફ કરી શકાતા નથી.”

તેમણે કહ્યું કે,” રાહુલ

ગાંધી અને તેજસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના ડરથી, ખોટી વાતો ફેલાવી

રહ્યા છે. વડાપ્રધાન મોદી પ્રામાણિકપણે દેશની સેવા કરી રહ્યા છે. જનતા તેમના પર

દિલથી વિશ્વાસ કરે છે.”

પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન પર પણ પ્રહારો કરતા

ચુગે કહ્યું કે,” મુખ્યમંત્રી માન, જે પ્રચારમાં વ્યસ્ત છે, તેઓ કેન્દ્ર સરકારની યોજનાઓને પોતાની ગણાવીને જનતાને

ગેરમાર્ગે દોરે છે. પંજાબ દેવા, બેરોજગારી અને નબળી કાયદો અને વ્યવસ્થા સાથે સંઘર્ષ કરી

રહ્યું છે. હવે જનતા સમજી ગઈ છે કે, વિકાસ ખોટા વચનો અને દેખાડાથી નહીં, પરંતુ કામ દ્વારા

થાય છે.”

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande