નીતિશ કુમારે, પ્રધાનમંત્રીની માતા પર કરેલી ટિપ્પણીની નિંદા કરી
પટણા, નવી દિલ્હી, 29 ઓગસ્ટ (હિ.સ.). બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે, ઈન્ડી ની મતદાર અધિકાર યાત્રા દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા વિશે આપેલા નિવેદનની સખત નિંદા કરી છે. શુક્રવારે સવારે તેમણે એક ટ્વિટમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને કોંગ્
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર


પટણા, નવી દિલ્હી, 29 ઓગસ્ટ (હિ.સ.). બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે, ઈન્ડી ની મતદાર અધિકાર યાત્રા દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા વિશે આપેલા નિવેદનની સખત નિંદા કરી છે. શુક્રવારે સવારે તેમણે એક ટ્વિટમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા.

મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાના ટ્વિટમાં કહ્યું કે, મતદાર અધિકાર યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી મોદીની માતા વિશે આપેલું નિવેદન અત્યંત અભદ્ર છે.

તેમણે ટ્વિટ કર્યું, દરભંગામાં મતદાર અધિકાર યાત્રા દરમિયાન કોંગ્રેસ અને આરજેડી ના મંચ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ જે પ્રકારની અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અત્યંત અશોભનીય છે અને હું તેની નિંદા કરું છું.

ઉલ્લેખનીય છે કે, બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આવી સ્થિતિમાં, કોંગ્રેસ સહિત મહાગઠબંધન એસઆઈઆર ના મુદ્દા પર મત અધિકાર યાત્રા દ્વારા જનતા સુધી પહોંચી રહ્યું છે. આ યાત્રાનું નેતૃત્વ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ કરી રહ્યા છે. તેમનો કાફલો બુધવારે દરભંગા પહોંચ્યો. મોહમ્મદ નૌશાદે અહીંના વિધાનસભા મતવિસ્તારના સમરીમાં સ્વાગત મંચ બનાવ્યો હતો. તેઓ કોંગ્રેસ તરફથી ટિકિટના દાવેદાર છે. આ મંચ પરથી, એક કોંગ્રેસ કાર્યકરનો વડાપ્રધાન મોદીની માતાને ગાળો આપતો વીડિયો વાયરલ થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ચંદા કુમારી / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande