ગોવિંદા-સુનિતાએ, ખૂબ જ ધામધૂમથી ગણપતિ બાપ્પાનું વિસર્જન કર્યું
નવી દિલ્હી, 29 ઓગસ્ટ (હિ.સ.) છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજાના છૂટાછેડા અંગે ઘણી ચર્ચા થઈ રહી છે, પરંતુ તાજેતરમાં સામે આવેલા વીડિયોએ આ અહેવાલોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. ગોવિંદા અને સુનિતાએ, 27 ઓગસ્ટન
ગોવિંદા અને સુનિતા-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 29 ઓગસ્ટ (હિ.સ.) છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજાના છૂટાછેડા અંગે ઘણી ચર્ચા થઈ રહી છે, પરંતુ તાજેતરમાં સામે આવેલા વીડિયોએ આ અહેવાલોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. ગોવિંદા અને સુનિતાએ, 27 ઓગસ્ટના રોજ તેમના પરિવાર સાથે ખૂબ જ ધામધૂમથી ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું. ઘરે બાપ્પાની સ્થાપના દરમિયાન, બંનેએ સાથે પૂજા કરી અને બધાને બતાવ્યું કે, તેમના સંબંધોમાં તિરાડ પડવાના સમાચાર ફક્ત અટકળો હતી.

હવે તેમનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આમાં જોઈ શકાય છે કે, ગણપતિ વિસર્જન પ્રસંગે, ગોવિંદા અને સુનિતા સંપૂર્ણ ભક્તિ અને ઉત્સાહથી નાચતા જોવા મળે છે. બંને સફેદ પરંપરાગત કપડાં પહેરેલા છે, જે આ પ્રસંગે વધુ આકર્ષક લાગે છે. વીડિયોમાં તેમનો પુત્ર યશવર્ધન પણ જોવા મળી રહ્યો છે, જે બંને હાથે બાપ્પાની મૂર્તિ લઈ રહ્યો છે. આખો પરિવાર બાપ્પાના નારાઓથી ગુંજી રહ્યો છે, ગણપતિ બાપ્પા મોર્યા.

આ પ્રસંગે બધા ભાવુક અને ખુશ દેખાતા હતા. ગોવિંદા અને સુનિતાના ચહેરા પરનું સ્મિત સ્પષ્ટપણે દર્શાવે છે કે, તેઓ આ પવિત્ર તહેવારને દિલથી ઉજવી રહ્યા છે. ચાહકો પણ આ વીડિયો જોઈને ખૂબ ખુશ છે અને કોમેન્ટમાં તેમને ઘણા બધા આશીર્વાદ આપી રહ્યા છે.

ગોવિંદા અને સુનિતાના લગ્ન 1987માં થયા હતા. લાંબા સમયથી બંને એકબીજાના સુખ-દુઃખમાં સાથે ઉભા રહ્યા છે. તેમને બે બાળકો છે, ટીના આહુજા અને યશવર્ધન આહુજા. ટીનાએ ફિલ્મોમાં કામ કર્યું છે, જ્યારે યશવર્ધન પણ બોલીવુડમાં પોતાની કારકિર્દી બનાવવાની તૈયારી કરી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande