આઈઝોલ (મિઝોરમ), નવી દિલ્હી, 29 ઓગસ્ટ (હિ.સ.). મિઝોરમના બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના આઈઝોલ સેક્ટર હેડક્વાર્ટર અને સેરછિપ ખાતેના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના સંયુક્ત ઓપરેશન દરમિયાન, 144 કરોડ રૂપિયાની 9.6 લાખ મેથામફેટામાઇન ગોળીઓ જપ્ત કરવામાં આવી છે.
બીએસએફના સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે, ગુપ્ત માહિતીના આધારે ગુરુવારે મોડી સાંજે એક પિકઅપ વાહન (એમઝેડ-01એઈ-8791) ને સર્ચ માટે અટકાવવામાં આવ્યું હતું. વાહનમાંથી મેથામફેટામાઇન ગોળીઓ જપ્ત કરવામાં આવી હતી. એક મહિલા સહિત ત્રણ લોકોની ઘટનાસ્થળે ધરપકડ કરવામાં આવી હતી. એનસીબી આજે ત્રણેયને કોર્ટમાં રજૂ કરશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં મિઝોરમમાં મેથામફેટામાઇનનો આ બીજો સૌથી મોટો જથ્થો છે, જે રાજ્યમાં સરહદ પાર ડ્રગ્સની દાણચોરીની વધતી જતી શક્યતા દર્શાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ