ભારત-પાકિસ્તાન સરહદ પર, બીએસએફ એ હેરોઈનનો જથ્થો પકડ્યો, હેક્સાકોપ્ટર જપ્ત
- બીએસએફ એ ફિરોઝપુર, અમૃતસર અને ફાઝિલ્કામાં ઓપરેશન હાથ ધર્યું ચંદીગઢ, નવી દિલ્હી, 29 ઓગસ્ટ (હિ.સ.). બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) એ, પંજાબમાં એક સાથે ત્રણ ઓપરેશન હાથ ધર્યા અને મોટી માત્રામાં હેરોઈન જપ્ત કર્યો અને એક દાણચોરની પણ ધરપકડ કરી. બીએસએફ
ભારત-પાકિસ્તાન સરહદ પર, બીએસએફ એ હેરોઈનનો જથ્થો પકડ્યો


- બીએસએફ એ ફિરોઝપુર, અમૃતસર અને ફાઝિલ્કામાં ઓપરેશન હાથ ધર્યું

ચંદીગઢ, નવી દિલ્હી, 29 ઓગસ્ટ (હિ.સ.). બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) એ, પંજાબમાં એક સાથે ત્રણ ઓપરેશન હાથ ધર્યા અને મોટી માત્રામાં હેરોઈન જપ્ત કર્યો અને એક દાણચોરની પણ ધરપકડ કરી. બીએસએફ એ, દાણચોરીમાં વપરાતું એસેમ્બલ હેક્સાકોપ્ટર પણ જપ્ત કર્યું. અટારી સેક્ટરમાં પકડાયેલા દાણચોરને વધુ કાર્યવાહી માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ને સોંપવામાં આવ્યો. બીએસએફ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ફિરોઝપુર જિલ્લામાં પંજાબ પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. શોધખોળ દરમિયાન, એક એસેમ્બલ હેક્સાકોપ્ટર જપ્ત કરવામાં આવ્યું, જેમાં હેરોઈનના 12 પેકેટ છુપાવવામાં આવ્યા હતા. તેનું કુલ વજન 6.086 કિલો હતું. તપાસ એજન્સીઓનું માનવું છે કે, આ હેક્સાકોપ્ટરનો ઉપયોગ પાકિસ્તાનથી ભારતીય સરહદ પર માલ મૂકવા માટે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ફાઝિલ્કા જિલ્લામાં પણ, બીએસએફ જવાનોએ સતર્કતા દાખવી અને 536 ગ્રામ હેરોઈનનું પેકેટ જપ્ત કર્યું.

બીએસએફ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તાજેતરના વર્ષોમાં, પાકિસ્તાન સમર્થિત ડ્રગ તસ્કરો હવે ડ્રોન અને હેક્સાકોપ્ટર જેવા માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છે. તેમનો ઉદ્દેશ્ય સરહદ પારથી ભારતીય ક્ષેત્રમાં મોટી માત્રામાં ડ્રગ્સ છોડવાનો છે. બીએસએફ એ સ્પષ્ટપણે કહ્યું કે, તેમની સતર્કતા અને ટેકનોલોજીની મદદથી, આવી દરેક યોજનાને નિષ્ફળ બનાવવામાં આવશે. બીએસએફ પ્રવક્તાએ કહ્યું કે, કુદરતી આફતો હોય કે દુશ્મનના નવા કાવતરા હોય, જવાનો દરેક પરિસ્થિતિમાં સરહદને સુરક્ષિત રાખવા અને દેશને ડ્રગ્સના હુમલાથી બચાવવા માટે તૈયાર છે. આ તાજેતરની શોધોએ સાબિત કર્યું છે કે, ભારત-પાક સરહદ પર ડ્રગ્સ તસ્કરીની દરેક યુક્તિ નિષ્ફળ જશે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande