અયોધ્યા, નવી દિલ્હી, 3 ઓગસ્ટ (હિ.સ.). શ્રી રામ મંદિર પર આધારિત ફિલ્મ '695 ધ અયોધ્યા', 5 ઓગસ્ટે ફરી એકવાર રામ પથ પર સ્થિત અવધ મોલમાં રિલીઝ થશે. ફિલ્મમાં અરુણ ગોવિલે, બાબા અભિરામ દાસની ભૂમિકા ભજવી છે. રામલલા, બાબા અભિરામ દાસના સમયમાં (1949માં) બાબરી મસ્જિદમાં દેખાયા હતા. આ ફિલ્મ રામ મંદિર ચળવળના 500 વર્ષના સંઘર્ષને દર્શાવે છે.
રવિવારે વીએચપી મીડિયા ઇન્ચાર્જ શરદ શર્માએ, કારસેવકપુરમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મ અને તેની રિલીઝ વિશે વિગતવાર માહિતી આપી. તેમણે જણાવ્યું કે, ફિલ્મ '695 ધ અયોધ્યા'માં અરુણ ગોવિલે બાબા અભિરામ દાસની ભૂમિકા ભજવી છે. રામલલા બાબા અભિરામ દાસના સમયમાં (1949માં) બાબરી મસ્જિદમાં દેખાયા હતા.
તેમણે જણાવ્યું કે, ફિલ્મ 695 ના નામમાં, નંબર 6 નો અર્થ 6 ડિસેમ્બર 1992 ના રોજ માળખાને તોડી પાડવાનો છે, નંબર 9 નો અર્થ 9 નવેમ્બર 2019 ના રોજ રામ મંદિર પર હિન્દુઓના પક્ષમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે અને નંબર 5 નો અર્થ 5 ઓગસ્ટ 2020 ના રોજ રામ મંદિરનું ભૂમિપૂજન છે. આ ઐતિહાસિક તારીખોના આધારે ફિલ્મનું નામ '695 ધ અયોધ્યા' રાખવામાં આવ્યું છે. ફિલ્મમાં 500 વર્ષના રામ મંદિર આંદોલનની સંઘર્ષની વાર્તા બતાવવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, રામ મંદિરનું ભૂમિપૂજન 5 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું હતું અને હવે આ ફિલ્મ 5 ઓગસ્ટના રોજ અયોધ્યાના અવધ મોલમાં રિલીઝ થઈ રહી છે. અભિનેતા અરુણ ગોવિલ, સ્વામી અભિરામદાસ ગુરુજી નું પાત્ર ભજવી રહ્યા છે. આ ગુરુ હિન્દુ પક્ષનો કેસ અયોધ્યા (ફૈઝાબાદ) કોર્ટમાં લઈ જનારા પહેલા વ્યક્તિ હતા. આ ઉપરાંત વિકાસ મહંતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના રોલમાં, કે.કે. રૈના ભાજપના અગ્રણી નેતા લાલકૃષ્ણ અડવાણી ના રોલમાં, ગોવિંદ નામદેવ શ્રી સ્વામી શંભુદાસ ના રોલમાં, અખિલેન્દ્ર મિશ્રા શ્રી સ્વામી કૃષ્ણદાસ ના રોલમાં, અશોક સમર્થ રઘુનંદન દાસના રોલમાં, હિન્દુ પક્ષના વકીલ તરીકે મનોહર જોશી અને મુકેશ તિવારી ડીએમ તરીકે જોવા મળશે. આ ઉપરાંત, યોગેશ ભારદ્વાજ અને રજનીશ બેરી ફિલ્મના દિગ્દર્શક છે, રવિ ભટ્ટ મુખ્ય ડીઓપી છે અને શ્યામ ચાવલા ફિલ્મ નિર્માતા છે.
ઉલ્લેખનીય છે કે, રામ મંદિર આંદોલન પર આધારિત ફિલ્મ '695 ધ અયોધ્યા' ફરી એકવાર મોટા પડદા પર પરત ફરી રહી છે. વર્ષ 2020 માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. હવે 5 ઓગસ્ટના રોજ, આ ફિલ્મ ફરીથી અયોધ્યામાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ એક વર્ષ પહેલા જ રિલીઝ થઈ ચૂકી છે.
હિન્દુસ્થાન સમાચાર / પવન પાંડે / સુનીલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ