બીએસએનએલ અને એનઆરએલ સંયુક્ત રીતે, ભારતનું પ્રથમ 5જી રિફાઇનરી નેટવર્ક બનાવશે
નવી દિલ્હી, ૦3 ઓગસ્ટ (હિ.સ.). ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) અને નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ (એનઆરએલ) એ, ભારતને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધારવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ગુવાહાટીમાં યોજાયેલી ઇન્ડસ્ટ્રી
૫-જી


નવી દિલ્હી, ૦3 ઓગસ્ટ (હિ.સ.).

ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) અને નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ (એનઆરએલ) એ, ભારતને

ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધારવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર

ગુવાહાટીમાં યોજાયેલી ઇન્ડસ્ટ્રી 4.0 વર્કશોપ દરમિયાન કરવામાં આવ્યો હતો, જે નાણા મંત્રાલય

હેઠળના, જાહેર સાહસો વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

આ કરાર હેઠળ, દેશનું પ્રથમ 5જી ખાનગી ઔદ્યોગિક નેટવર્ક એનઆરએલની રિફાઇનરીમાં સ્થાપિત

કરવામાં આવશે. આ નેટવર્ક ફક્ત તે રિફાઇનરીના કાર્ય માટે હશે અને મશીનો, સાધનો અને

કર્મચારીઓને ઝડપી, સુરક્ષિત અને

તાત્કાલિક કનેક્ટિવિટી પ્રદાન કરશે.

જાહેર સાહસો વિભાગના સચિવ, બીએસએનએલ અને એનઆરએલના

ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, એમટ્રોનના મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય સરકારી કંપનીઓના

વરિષ્ઠ અધિકારીઓ વર્કશોપમાં હાજર હતા. તેઓએ પાંચમી પેઢીના ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ

(5જી), આર્ટિફિશિયલ

ઇન્ટેલિજન્સ (એઆઇ), ઇન્ટરનેટ ઓફ

થિંગ્સ (આઈઓટી), વર્ચ્યુઅલ અને

બિગ ડેટા વિશ્લેષણ જેવી આધુનિક તકનીકોની ચર્ચા કરી.

જાહેર સાહસો વિભાગના સચિવે આ પ્રયાસને સરકારના

સંપૂર્ણ-સરકારી અભિગમનું સારું ઉદાહરણ ગણાવતા કહ્યું કે,” આનાથી દેશના ઉદ્યોગોનું

આધુનિકીકરણ થશે અને ખાસ કરીને ઉત્તરપૂર્વ ક્ષેત્રમાં રોજગારીની તકો પણ વધશે.”

એનઆરએલના અધ્યક્ષે જણાવ્યું હતું કે,” 5જી નેટવર્ક

રિફાઇનરીમાં કામની ગતિ અને સુરક્ષા બંનેમાં વધારો કરશે. ઉપરાંત, આનાથી

કર્મચારીઓને વર્ચ્યુઅલ તાલીમ, ડિજિટલ નિયંત્રણ અને તાત્કાલિક માહિતી તકનીકોનો લાભ મળશે.”

બીએસએનએલના અધ્યક્ષ એ. રોબર્ટ જે. રવિએ જણાવ્યું હતું કે,”

આ સહયોગ ભારતના મહત્વપૂર્ણ ક્ષેત્રોને ભવિષ્યની તકનીક સાથે જોડવા તરફ એક મોટું

પગલું છે.”

બીએસએનએલના એન્ટરપ્રાઇઝ બિઝનેસ ડિરેક્ટરે જણાવ્યું હતું કે,”

આ કરાર ભારતના ઔદ્યોગિક ક્ષેત્રમાં એક નવો અધ્યાય શરૂ કરશે અને ડિજિટલ ઇન્ડિયા અને

આત્મનિર્ભર ભારતના લક્ષ્યને મજબૂત બનાવશે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનુપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande