હુબલી, નવી દિલ્હી, 3 ઓગસ્ટ (હિ.સ.). કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ, રવિવારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓની ટીકા કરતા કહ્યું કે, તેઓ પાકિસ્તાનમાં હીરો બની રહ્યા છે. તેમણે કોંગ્રેસના નેતાઓ પર રાષ્ટ્રીય હિત ભૂલીને પાકિસ્તાન પ્રત્યે નરમ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો. આજે હુબલીમાં મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી જોશીએ કહ્યું કે કોંગ્રેસ પાકિસ્તાનને આતંકવાદના આરોપોથી મુક્ત કરવાનો પ્રયાસ કરી રહી છે. માલેગાંવ ઘટના પછી શું થયું, તે આપણે જાણીએ છીએ. તેમણે તપાસ બંધ કરી દીધી અને શરદ પવારની પાર્ટીએ, તેને હિન્દુ આતંકવાદ કહેવાનો પ્રયાસ કર્યો અને સમજૌતા એક્સપ્રેસ અને માલેગાંવ ઘટનાઓની તુલના કરવાનો પ્રયાસ કર્યો.
જોશીએ કોંગ્રેસના નેતાઓ પર પાકિસ્તાનને બચાવવા માટે કામ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, કેન્દ્ર સરકાર પાકિસ્તાનને દુનિયા સામે ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ કોંગ્રેસે માલેગાંવ કેસમાં શરૂઆતના આરોપીઓને નિર્દોષ છોડવાનું કામ કર્યું. કોંગ્રેસના નેતાઓ દેશમાં હીરો બનવાને બદલે પાકિસ્તાનમાં હીરો બની રહ્યા છે. પ્રહલાદ જોશીએ ચિદમ્બરમ પર નિશાન સાધતા પૂછ્યું કે, તેમની પાસે શું પુરાવા છે કે પહેલગામના આતંકવાદીઓ પાકિસ્તાનના હતા. તેમણે કહ્યું કે, આ કોંગ્રેસની માનસિકતા કયા સ્તરે પહોંચી ગઈ છે તેનો પુરાવો છે.
હિન્દુસ્થાન સમાચાર/રાકેશ મહાદેવપ્પા/સુનીલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ