દેશી ગર્લનો જાદુ ફરી જોવા મળશે, પ્રિયંકા ચોપડાના બોલિવૂડમાં પાછા ફરવાની અટકળો
નવી દિલ્હી, 3 ઓગસ્ટ (હિ.સ.) પ્રિયંકા ચોપડા હવે ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. ઘણી હોલીવુડ ફિલ્મો અને શોમાં શાનદાર કામ કર્યા પછી, તેણીએ આખી દુનિયામાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. બોલિવૂડમાં તેના પાછા ફરવાના સમાચાર ઘણા સમયથી સમાચારમાં હતા અને
પ્રિયંકા


નવી દિલ્હી, 3 ઓગસ્ટ (હિ.સ.) પ્રિયંકા ચોપડા હવે ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. ઘણી હોલીવુડ

ફિલ્મો અને શોમાં શાનદાર કામ કર્યા પછી, તેણીએ આખી દુનિયામાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે.

બોલિવૂડમાં તેના પાછા ફરવાના સમાચાર ઘણા સમયથી સમાચારમાં હતા અને હવે લાગે છે કે, આ

રાહનો અંત આવવાનો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર,”પ્રિયંકા ટૂંક

સમયમાં સંજય લીલા ભણસાલીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'લવ એન્ડ વોર' સાથે, હિન્દી સિનેમામાં વાપસી કરવા જઈ રહી છે.

ભણસાલીની ફિલ્મો સ્ટાઇલ અને ભવ્યતા માટે જાણીતી છે અને પ્રિયંકાના પાછા ફરવા માટે

આનાથી સારો પ્રોજેક્ટ ભાગ્યે જ કોઈ હોઈ શકે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, આ

વખતે પ્રિયંકા કયા પાત્રો અને વાર્તાઓ સાથે પડદા પર વાપસી કરે છે.”

વર્ષ 2013 માં, પ્રિયંકા ચોપડાએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગોલિયોં કી

રાસલીલા રામ-લીલા' માં આઇકોનિક ગીત 'રામ ચાહે લીલા' પર ધમાકેદાર

ડાન્સ કર્યો હતો. તાજેતરમાં પ્રિયંકાએ, આ ગીત સાથે જોડાયેલી કેટલીક યાદો શેર કરી

અને જણાવ્યું કે,” તેને કરવાનો નિર્ણય તેના માટે સરળ નહોતો.” ઇન્સ્ટાગ્રામ પર એક

ભાવનાત્મક પોસ્ટમાં, તેણે લખ્યું કે,”

આ ગીતનું શૂટિંગ અને ડાન્સ સ્ટેપ્સનું રિહર્સલ કરવું એ તેની કારકિર્દીનો, સૌથી

પડકારજનક અનુભવ હતો. પરંતુ તેણે એ પણ સ્વીકાર્યું કે, ભણસાલીનું વિઝન અને તેની

સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ ખાસ અને પ્રેરણાદાયક હતો. 13 વર્ષ પછી પણ, આ ગીત ચાહકોના

હૃદયમાં હજુ પણ તાજું છે.”

પ્રિયંકા ચોપડાના ઇન્સ્ટાગ્રામ પરની આ પોસ્ટ પછી, એવી ચર્ચા હતી કે

તે ફરી એકવાર સંજય લીલા ભણસાલીની, આગામી ફિલ્મમાં જોવા મળી શકે છે. એક નજીકના

સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે,” બોલિવૂડમાં પ્રિયંકાના પુનરાગમન માટે આ

એક મોટી શરૂઆત હોઈ શકે છે.” સૂત્ર કહે છે કે, પ્રિયંકા ચોપડા, ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર' માં એક ખાસ ડાન્સ

નંબર કરી શકે છે. ભલે તે એક નાનકડી ફિલ્મ હોય, પણ તેની ભાવનાત્મક અને દ્રશ્ય અસર ખૂબ જ મજબૂત હશે. આ તેના

પુનરાગમનનો પણ સંકેત આપે છે.

જો આવું થાય, તો તે પ્રિયંકા અને ભણસાલીનો બીજો મોટો સર્જનાત્મક સહયોગ

હશે, અને ચાહકો માટે

એક ટ્રીટથી ઓછું કંઈ નહીં.

સંજય લીલા ભણસાલીના, આગામી મેગા પ્રોજેક્ટ 'લવ એન્ડ વોર'માં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને

વિક્કી કૌશલની શક્તિશાળી ત્રિપુટી જોવા મળશે. આ ફિલ્મ યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત

ભાવનાત્મક પ્રેમકથા છે. ભણસાલી આ ફિલ્મને તેમની અન્ય ફિલ્મોની જેમ, મોટા પાયે અને

ઊંડાણથી બનાવી રહ્યા છે. તેઓ 2025 ના અંત સુધીમાં તેનું શૂટિંગ પૂર્ણ કરવાની યોજના ધરાવે છે.

આ ફિલ્મ માર્ચ 2026 માં રિલીઝ થઈ

શકે છે. વાર્તા બે હઠીલા અને ઉત્સાહી પાત્રોના ટકરાવ વિશે છે.જ્યાં પ્રેમની

સાથે, સંઘર્ષ અને

અહંકારનો ટકરાવ પણ જોવા મળશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande