નવી દિલ્હી, 3 ઓગસ્ટ (હિ.સ.) મેડિકલ પીજી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની
પાત્રતા પરીક્ષા, નીટ પીજી, રવિવારે સવારે
દેશના વિવિધ કેન્દ્રો પર શરૂ થઈ. નેશનલ બોર્ડ ઓફ મેડિકલ એક્ઝામિનેશન (એનબીઇએમએસ) દ્વારા લેવામાં
આવતી આ પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારોને દેશભરની સરકારી અને ખાનગી મેડિકલ
કોલેજોમાં એમડી, એમએસ અને પીજી ડિપ્લોમા
અભ્યાસક્રમોમાં પ્રવેશ મળશે. દર વર્ષે લાખો ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લે છે.
એનબીઇએમએસ દ્વારા લેવામાં આવતી, મેડિકલ પીજી અભ્યાસક્રમોમાં પ્રવેશ
માટેની પાત્રતા પરીક્ષા, નીટ પીજી, આજે સવારે 9 વાગ્યે શરૂ થઈ
હતી અને બપોરે 12.30 વાગ્યે સમાપ્ત
થશે. કમ્પ્યુટર મોડમાં ચાલી રહેલી પરીક્ષા માટે ઉમેદવારોની પરીક્ષા કેન્દ્રોમાં
પ્રવેશ સવારે 8.30 વાગ્યે બંધ
કરવામાં આવ્યો હતો.
પરીક્ષાના પરિણામો જાહેર થયા પછી, નીટ પીજી 2025 ની કાઉન્સેલિંગ
પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેના દ્વારા એમડી, એમએસ અને પીજી ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ લઈ શકાય છે. મેડિકલના પીજી
કોર્સ માટે આ એકમાત્ર પ્રવેશ પરીક્ષા છે. કેન્દ્ર સરકાર અને એનબીઈ એ પરીક્ષા
કેન્દ્રો પર, કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા
લગાવવામાં આવ્યા છે અને ઉમેદવારોની બાયોમેટ્રિક હાજરી ફરજિયાત બનાવવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ