કહ્યું- સાંસદ નિશિકાંત દુબેનું, મુંબઈમાં સ્વાગત કરવામાં
આવશે
મુંબઈ, નવી દિલ્હી,03 ઓગસ્ટ (હિ.સ.)
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે મુંબઈમાં કહ્યું કે,”
રાજ્યમાં મરાઠીના નામે હિંસા સહન કરવામાં આવશે નહીં.” તેમણે કહ્યું કે,” જો ભાજપના
સાંસદ નિશિકાંત દુબે મુંબઈ આવશે તો તેમનું સ્વાગત કરવામાં આવશે.”
મુખ્યમંત્રીએ કહ્યું કે,” મહારાષ્ટ્રની ભાષા મરાઠી છે. દરેક
વ્યક્તિએ મરાઠી શીખવી જોઈએ. આનો અર્થ એ નથી કે, જે લોકો મરાઠી નથી જાણતા તેમને માર
મારવો જોઈએ. માર મારીને કોઈ મરાઠી ભાષા શીખવી શકાતી નથી.” તેમણે સાંસદ નિશિકાંત
દુબે અને મનસે પ્રમુખ રાજ ઠાકરેના તાજેતરના નિવેદનો પર પણ, નારાજગી વ્યક્ત કરી હતી
કે, તેઓ તેમને દરિયામાં ડૂબાડી દેશે. તેમણે કહ્યું કે,” તેઓ કોઈપણ કિંમતે આવા
નિવેદનોને, સમર્થન આપશે નહીં. પરંતુ જ્યારે પણ નિશિકાંત દુબે મુંબઈ આવશે, ત્યારે
તેમને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવશે અને તેમનું સ્વાગત કરવામાં આવશે.”
જોકે, શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે આજે, મુખ્યમંત્રીના આ
નિવેદન પર પ્રતિક્રિયા આપી અને કહ્યું કે,” તેઓ મરાઠી ભાષા માટે તેમનું આંદોલન
ચાલુ રાખશે. આનું કારણ એ છે કે, મહારાષ્ટ્રની સ્થાપના મરાઠી ભાષાને કારણે થઈ હતી
અને આપણા 106 પૂર્વજોએ, તેના
માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે.” તેમણે કહ્યું કે,” તેમનો વિરોધ ફક્ત
હિન્દી માટે કડકતાનો છે, જ્યારે તેઓ કોઈપણ
ભાષાનો વિરોધ કરતા નથી.”
વાસ્તવમાં, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) વતી મનસેકાર્યકરો મરાઠી
ભાષાના નામે બિન-મરાઠી ભાષીઓને માર મારી રહ્યા છે. આ સંદર્ભમાં, નિશિકાંત દુબેએ
રાજ ઠાકરેને ચેતવણી આપી હતી કે,” હિન્દીનો વિરોધ કરવાથી દૂરગામી પરિણામો આવી શકે
છે.” આ પછી, રાજ ઠાકરેએ
નિશિકાંત દુબેને ચેતવણી આપી હતી કે,” જો દુબે મુંબઈ આવશે, તો તેમને
દરિયામાં ડૂબાડીને મારી નાખવામાં આવશે.” આ પછી, મનસેનું મરાઠી વિરોધી આંદોલન અટકવાનું નામ નથી લઈ રહ્યું, જેના કારણે આજે
મુખ્યમંત્રીએ, મરાઠીના નામે બિન-મરાઠી ભાષીઓને માર મારવા સામે કડક કાર્યવાહી
કરવાની ચેતવણી આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર યાદવ / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ