પોરબંદર, 30 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના ખાડીકાંઠે વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે કમલાબાગ પોલીસે દરોડો પાડી એક શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો.પોરબંદરના કડિયાપ્લોટ ખાતે રહેતા ઉત્તમ ઉર્ફે ગૌતમ ભીખુ કોડીયાતરે ખાડી કાંઠે વરડામા વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતામીના આધારે કમલાબાગ પોલીસે દરોડો પાડી વિદેશ દારૂની બોટલ નંગ-40 કિંમત રૂ.52000ના મુદામાલ સાથે ઉત્તમ ઉર્ફે ગૌતમને ઝડપી લીધો હતો અને તેમની પુછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો ભાણાવડના પાસ્તરડી ગામે રહેતા અરજન બધા મકવાણાએ આપ્યો હોવાની કબુલાત આપતા તેમની સામે પણ ગુન્હો નોંધવામા આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya