પોરબંદર, 30 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના બરડા પંથકના રામવાવ ખાતે ગુરૂવારે વીજ સમારકામ કરી રહેલા પીજીવીસીએલના કોન્ટ્રાકન્ટરના એક કર્મચારીનુ વીજ શોકથી મોત થતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી આ બનાવને લઈ પીજીવીસીએલ દ્રારા તપાસ શરૂ કરવામા આવી છે. રામવાવ નજીકથી પસાર થતા બગવદર સબડિવીઝનના મજીવાણા ફીડરની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન અહિં વીજપોલ પર કામ કરી રહેલા કોન્ટ્રાકટરના એક કર્મચારીનુ વીજ શોક લાગવાથી મોત થયુ હતુ.
આ બનાવને લઇ પીજીવીસીએલનુ તંત્ર સફાળ જાગ્યુ હતુ અને પાવર બંધ હતો અને ફીડરની કામગીરી ચાલી રહી હતી તો એકાએક વીજપુરવઠો કેમ શરૂ થયો તેમને લઈ ફીડર તેમજ મોબાઈલ ટાવરમા તપાસ શરૂ કરવામા આવી છે આ બનાવને લઇ પીજીવીસીએલના કર્મચારી તેમજ કોન્ટ્રાકટર સાથે કામ કરતા કર્મચારીઓમા ભારે ફફડાટ વ્યાપી ગયો હતો આ બનાવે લઇ પીજીવીસીએલ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામા આવ્યો હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya