પોરબંદર, 30 ઓગસ્ટ (હિ.સ.)સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ.ચેતનાબેન તિવારી અને જિલ્લા મહામંત્રી અશોકભાઈ મોઢાના માર્ગદર્શન હેઠળ પોરબંદર ભાજપ શહેર પ્રમુખ સાગરભાઈ મોદી અને શહેર મહામંત્રી નિલેશભાઈ બાપોદરા દ્વારા પોરબંદર શહેરની એમ.ઈ.એમ સ્કૂલ અને વી.જે. મોઢા કોલેજ ખાતે ગત તારીખ 28.08.2025 ના દિવસે સંસદ ખેલ મહોત્સવનું પ્રમોશન કરવામાં આવ્યું અને બંને જગ્યા એ સ્ટેન્ડી મુકવામાં આવી હતી અને વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય તેવો આગ્રહ પ્રિન્સિપાલ અને શિક્ષકો દ્વારા કરવામાં આવ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તા.29 ઓગસ્ટના રોજ 'સાંસદ ખેલ મહોત્સવ-2025' માટે રજીસ્ટ્રેશનની શરૂઆત કરવામાં આવેલ છે.
આપના વિસ્તારના રમતવીરોને આ મહોત્સવમાં ભાગ લેવા માટે QR કોડ સ્કેન કરી અથવા www.sansadkhelmahotsav.in પર મુલાકાત કરી તેમના મનપસંદ ખેલમાં નામ નોંધાવી રજીસ્ટ્રેશન અચૂક કરાવો.
આ રજીસ્ટ્રેશન તા. 20 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે. વેબસાઈટ ખોલ્યા બાદ તેમાં Participant Registration પર ક્લિક કરીને જરૂરી માહિતી ભરવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya