વલસાડ, 30 ઓગસ્ટ (હિ.સ.)-રાજ્ય
સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા આયુષની કચેરી ગાંધીનગર પ્રેરિત વલસાડ જિલ્લા
આયુર્વેદ અધિકારી ના માર્ગદર્શન હેઠળ ગણેશ ઉત્સવ નિમિત્તે વલસાડના તિથલ સ્થિત સરકારી
આયુર્વેદીક દવાખાનુના મેડિકલ ઓફિસર ડૉ. ધર્મિષ્ઠા પટેલ તથા સરદાર હાઈટ્સના પ્રમુખ હેતલ
દેસાઈ અને કમીટી સભ્યોના સહકાર થી સરદાર હાઈટ ભાગડાવડા, નવરાત્રી ગ્રાઉન્ડ, ગણેશ પંડાલમાં મફત સર્વરોગ આયુર્વેદિક નિદાન- સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં જિલ્લા અધિકારી ઉર્વીબેન પટેલે ઉપસ્થિત રહી તમામ લોકોને સ્વસ્થ રહેવાનો
સંદેશ આપ્યો હતો. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મેદસ્વિતા
ઘટાડવા માટે આહવાન કરાતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્વસ્થ
ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત
અભિયાન શરૂ કર્યુ હોવા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ કેમ્પમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ગેસ- એસિડિટી, કબજિયાત, મરડો, હરસ-મસા, સાંધાના દુખાવા-ઘસારા, દરેક પ્રકાર વા, નસનો દુઃખાવો, વાળ ખરવા, સ્ત્રીઓની સમસ્યા, માસિકની તકલીફ, શરીર ધોવાવું, શરદી, ખાંસી, દમ, તાવ, માથાનો દુખાવોવગેરે જેવા તમામ રોગોનું નિદાન કરી વિના
મૂલ્યે દવા આપવામાં આવી હતી, જેનો
બહોળા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ડૉ.ધર્મિષ્ઠા પટેલ (મેડિકલ ઓફિસર, તિથલ), દીપિકા
પટેલ (ફાર્માસીસ્ટ) અને ચૈતાલી બરોડિયા (સેવક)એ સેવા આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે