હવાઈમથક નજીકની ઇમારતોની ઊંચાઈ નક્કી કરવા માટે, ટૂંક સમયમાં અભ્યાસ કરવામાં આવશે: નાયડુ
નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ શનિવારે જણાવ્યું હતું કે,” આગામી હવાઈમથક નજીકની ઇમારતોની ઊંચાઈ ઘટાડવા માટે, ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય અભ્યાસ શરૂ કરવામાં આવશે. આ માટે આઈસીએઓ નિષ્ણાત
નાયડુ


નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ

મોહન નાયડુએ શનિવારે જણાવ્યું હતું કે,” આગામી હવાઈમથક નજીકની ઇમારતોની ઊંચાઈ

ઘટાડવા માટે, ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય અભ્યાસ શરૂ કરવામાં આવશે. આ માટે આઈસીએઓ નિષ્ણાતોની, મદદ લેવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ અહીં અશોકા હોટેલમાં, નારેડકોના 17મા રાષ્ટ્રીય

પરિષદને સંબોધતા આ વાત કહી હતી. નાયડુએ, પોતાના સંબોધનમાં આગામી હવાઈમથકની આસપાસ

રિયલ એસ્ટેટ, વિકસાવવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે,” સરકાર હવાઈમથકની

અંદર અને તેની આસપાસ, સેવાઓ વધારવાના માર્ગો પર પણ વિચાર કરી રહી છે.”

રિયલ એસ્ટેટ ક્ષેત્રના સંગઠન નારેડકોના પરિષદમાં, નાયડુએ કહ્યું કે,”

ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા નાગરિક ઉડ્ડયન બજારોમાંનું એક છે.” તેમણે કહ્યું

કે,” છેલ્લા 11 વર્ષમાં, દેશમાં કાર્યરત હવાઈમથકોની

સંખ્યા 88 થી વધીને 162 થઈ ગઈ છે. સરકાર

આગામી પાંચ વર્ષમાં 50 નવા હવાઈમથક બનાવવાનું

લક્ષ્ય રાખે છે અને દેશમાં 350 થી વધુ હવાઈમથકો બનાવવાની ક્ષમતા છે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande