વલસાડના પારનેરા પારડીમાં, પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમ યોજાયો
વલસાડ, 30 ઓગસ્ટ (હિ.સ.)-. વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા ગામે ગામ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે મિશન મોડમાં તાલીમ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત વલસાડ તાલુકાના પારનેરા પારડી ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
વલસાડના પારનેરા પારડીમાં, પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમ યોજાયો


વલસાડ, 30 ઓગસ્ટ (હિ.સ.)-. વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા ગામે ગામ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે મિશન મોડમાં તાલીમ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત વલસાડ તાલુકાના પારનેરા પારડી ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં TPM શિવાની ગઢવી અને કૃષિ સખી ચંદનબેન પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીમાં ગાય આધારીત ખેતી કરવાના ફાયદાઓ વિશે સમજણ આપવામાં આવી તેમજ પ્રાકૃતિક ખેતીના પાંચ આયામ વિશે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેડૂતોએ સરકારની વિવિધ યોજનાની માહિતી પણ મેળવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande