વલસાડ, 30 ઓગસ્ટ (હિ.સ.)-
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પોણીયા ગામમાં સરસ્વતી વિદ્યા મંદિરમાં મેજર ધ્યાનચંદ જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાત્મક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પારડી તાલુકા પંચાયત પ્રમુખશ્રી દક્ષેષભાઈ પટેલ, સોનુ ચૌધરી, રોહિત સિંહ સ્કૂલના પ્રિન્સિપલ કિશોર ચુડાસમા, અશ્વિન બાસ્તા, વ્યાયામ શિક્ષક ચંદનબેન, જય વંદનભાઈ, તેમજ માય ભારત વાપી- પારડી કો-ઓર્ડીનેટર ગણપતસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં તાલુકાના અનેક શિક્ષકો, વિદ્યાર્થીઓ અને રમતગમત પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ અવસરે ભાઈઓ માટે ઓપન કબડ્ડી સ્પર્ધા અને બહેનો માટે ખો-ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 200થી વધુ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સ્પર્ધાના અંતે વિજેતા ખેલાડીઓને મેડલ, ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે