પોરબંદરના પત્રકારો, કાલે કલમ અને બૂમ મૂકીને મેદાનમાં વહીવટીતંત્ર સામે ક્રિકેટ મેચ રમશે.
પોરબંદર, 30 ઓગસ્ટ (હિ.સ.)રાષ્ટ્રીય રમતગમત દિવસની ભવ્ય ઉજવણીના ત્રીજા દિવસે પોરબંદર વહીવટી તંત્ર દ્વારા 31 ઓગસ્ટના રોજ પોલીસ હેડક્વાટર પોરબંદર ખાતે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પત્રકારોની ટીમ, એમએલએ ટીમ, વકીલોની ટીમ, એનજીઓની ટીમ, જિલ્
પોરબંદરના પત્રકારો, કાલે કલમ અને બૂમ મૂકીને મેદાનમાં વહીવટીતંત્ર સામે ક્રિકેટ મેચ રમશે.


પોરબંદર, 30 ઓગસ્ટ (હિ.સ.)રાષ્ટ્રીય રમતગમત દિવસની ભવ્ય ઉજવણીના ત્રીજા દિવસે પોરબંદર વહીવટી તંત્ર દ્વારા 31 ઓગસ્ટના રોજ પોલીસ હેડક્વાટર પોરબંદર ખાતે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પત્રકારોની ટીમ, એમએલએ ટીમ, વકીલોની ટીમ, એનજીઓની ટીમ, જિલ્લા વહીવટી તંત્રની ટીમ, પોલીસ વિભાગની ટીમ, ફોરેસ્ટ વિભાગની ટીમ, સ્પોર્ટ ડિપાર્ટમેન્ટની ટીમ, પોરબંદર મહાનગરપાલિકાની ટીમ, ડોક્ટર્સની ટીમ તેમજ શિક્ષણ વિભાગ સહિતની ટીમો વચ્ચે ક્રિકેટ મેચ યોજાશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી વધે, બાળકો યુવાનો તરુણો રમત-ગમત ક્ષેત્રે આગળ વધે અને કારકિર્દીનું ઘડતર કરે તે માટે સૌની ભાગીદારી સાથે જનજાગૃતિ સાથે જિલ્લા વહીવટીના સહયોગથી વિવિધ પ્રવૃત્તિઓને સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande