બીડબ્લ્યુએફ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ: સાત્વિક-ચિરાગ સેમીફાઇનલમાં, મેડલ કન્ફર્મ
નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.). ભારતની મેન્સ ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ, પેરિસમાં ચાલી રહેલી બીડબ્લ્યુએફ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચ્યો છે. તેમણે શુક્રવારે રાત્રે ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયન જોડી એરોન ચિયા અને વૂઈ
ભારતની મેન્સ ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી


નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.). ભારતની મેન્સ ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ, પેરિસમાં ચાલી રહેલી બીડબ્લ્યુએફ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચ્યો છે. તેમણે શુક્રવારે રાત્રે ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયન જોડી એરોન ચિયા અને વૂઈ યિક સોહ ને 21-12, 21-19 થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આ જીત સાથે, ભારતીય જોડીએ ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ કન્ફર્મ કર્યો છે.

આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સાત્વિક-ચિરાગનો બીજો મેડલ હશે. તેઓએ 2022 માં ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યાં તેઓ સેમીફાઇનલમાં તે જ મલેશિયન જોડીથી હારી ગયા હતા. આ વખતે તેઓએ તે હારનો બદલો લીધો.

આ જીત સાથે, 2011 થી દરેક વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતવાની ભારતની પરંપરા પણ અકબંધ રહી.

ભારતીય જોડીએ મેચની શરૂઆત શાનદાર રીતે કરી અને લાંબી રેલીઓનો ફાયદો ઉઠાવતા પહેલી ગેમમાં 11-6 ની લીડ મેળવી. આ પછી, તેઓએ પહેલી ગેમ 21-12થી જીતી લીધી.

ભારતીય ખેલાડીઓએ બીજી ગેમમાં પણ આક્રમક રમત રમી. જોકે, અંતરાલ પછી, મલેશિયન જોડીએ વાપસી કરી અને સ્કોર 19-19 પર બરાબર કર્યો. પરંતુ સાત્વિક અને ચિરાગે ધીરજ રાખી અને છેલ્લા બે પોઈન્ટ મેળવીને મેચ જીતી લીધી.

ચિયા-સોહ પર, ભારતીય જોડીનો 15 મેચમાં આ ચોથો વિજય છે.

હવે સેમિફાઇનલમાં સાત્વિક-ચિરાગ, શનિવારે ચીની જોડી લી યુ અને બો યાંગ ચેન સામે ટકરાશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande