રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી અંતર્ગત, આવતી કાલે સન્ડે ઓન સાયકલીંગનું આયોજન.
પોરબંદર, 30 ઓગસ્ટ (હિ.સ.)રાષ્ટ્રીય રમતગમત દિવસની ભવ્ય ઉજવણીના સતત ત્રીજા દિવસે પણ પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દુલીપ સ્કુલ ઓફ ક્રિકેટ ખાતેથી સન્ડે ઓન સાયકલીગનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં પોરબંદરના નાગરિકોને જોડાવા કલેક્ટર એસ.ડી ધનાણીએ અપીલ
રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી અંતર્ગત, આવતી કાલે સન્ડે ઓન સાયકલીંગનું આયોજન.


પોરબંદર, 30 ઓગસ્ટ (હિ.સ.)રાષ્ટ્રીય રમતગમત દિવસની ભવ્ય ઉજવણીના સતત ત્રીજા દિવસે પણ પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દુલીપ સ્કુલ ઓફ ક્રિકેટ ખાતેથી સન્ડે ઓન સાયકલીગનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં પોરબંદરના નાગરિકોને જોડાવા કલેક્ટર એસ.ડી ધનાણીએ અપીલ કરી છે.

કલેક્ટરએ જણાવ્યું છે કે, નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી અંતગર્ત તા.29 થી 31 ઓગસ્ટ સુધી જિલ્લામાં વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા તેમજ અધિકારી-કર્મચારી સહિતનાઓએ સરદાર પટેલ સ્પોર્ટ સંકુલ પોરબંદર ખાતે પરંપરાગત રમતો ઉત્સાહભેર રમવામાં આવી હતી.વધુમાં 31 ઓગસ્ટના રોજ સવારે 7 કલાકે સન્ડે ઓન સાયકલીગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત નાગરિકો સન્ડે ઓન સાયકલીગ કરીને સ્વાસ્થને સારું બનાવવા અને સન્ડે ઓન સાયકલીંગમાં જોડાઈ આયોજને સફળ બનાવવા માટે નાગરીકોને અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, 31ઓગસ્ટના રોજ સવારે 7 કલાકે ધી દુલીપ સ્કુલ ઓફ ક્રિકેટથી સન્ડે ઓન સાયકલીગનું આયોજન કરવામાં આવ્યું અને સાથે રાણાવાવ તાલુકાની સરકારી હાઇસ્કુલ રાણાવાવ ખાતે અને કુતિયાણા તાલુકામાં સરસ્વતી કન્યા શાળા કુતિયાણા ખાતે સ્થાનિક પરંપરાગત રમતો જેવી કે લંગડી, ખો-ખો, ગીલી દંડો, લખોટી, ભમરડો, દોરડાકુદ, સંગીત ખુરશી વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના નાગરિકોને આ વિશેષ આયોજનમાં સહભાગી બનવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande