સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતા, રબારી સમાજમાં ભારે રોષ.
પોરબંદર, 30 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમા રબારી સમાજ વિરૂધ્ધ સોશ્યલ મિડીયામા અભદ્ર ટીપ્પણી કરવામા આવતા ભારે રોષ જોવા મળ્યો હતો આ મુદે રબારી સમાજ દ્રારા પોલીસને રજુઆત કરી અભદ્ર ટીપ્પણી કરનાર શખ્સ સામે કાર્યવાહીની માંગ કરી હતી પોરબંદર નજીકના કોલીખડા ગામ સહિત
સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતા રબારી સમાજમાં ભારે રોષ.


સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતા રબારી સમાજમાં ભારે રોષ.


સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતા રબારી સમાજમાં ભારે રોષ.


સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતા રબારી સમાજમાં ભારે રોષ.


પોરબંદર, 30 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમા રબારી સમાજ વિરૂધ્ધ સોશ્યલ મિડીયામા અભદ્ર ટીપ્પણી કરવામા આવતા ભારે રોષ જોવા મળ્યો હતો આ મુદે રબારી સમાજ દ્રારા પોલીસને રજુઆત કરી અભદ્ર ટીપ્પણી કરનાર શખ્સ સામે કાર્યવાહીની માંગ કરી હતી

પોરબંદર નજીકના કોલીખડા ગામ સહિતના રબારી સમાજના આગેવાનોએ ઉદ્યોગનગર પોલીસેને એવી રજુઆત કરી હતી કે, પોરબંદરના બખરલા ગામે રહેતા વિજય નામના શખ્સે સોશ્યલ મિડીયામા રબારી સમાજ અને બહેન-દિકરીઓ વિષે અભદ્ર ટીપ્પણી કરી હતી આ શખ્સ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી રબારી સમાજના આગેવાન ભીમા દાના મકવાણાએ એવુ જણાવ્યુ હતુ કે મહેર સમાજના વ્યકિતએ આ ટીપ્પણી કરી છે મહેર સમાજ અને રબારી સમાજ વચ્ચે હંમશા ભારચારો જોવા મળે છે. એક-બે વ્યકિતના કારણે બન્ને સમાજ વચ્ચે વૈમન્સ્ય ઉભુ ન થાય તે માટે પોલીસને રજુઆત કરી અને અભદ્ર ટીપ્પણી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે રબારી અને મહેર સમાજ ભાઈચારાથી રહે છે અને રહેશે.

માત્ર અભદ્ર ટીપ્પણી કરનાર સામે કાર્યવાહીની માંગ કરવામા આવી છે. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામા રબારી સમાજના આગેવાન અને સમાજના લોકો એકત્રીત થઈ અને શાંતિપૂર્ણ રીતે રજુઆત કરી હતી અને પોલીસે આ મુદે યોગ્ય તપાસની ખાતરી આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande