આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં, વલસાડની કોમર્સ કોલેજ બીજા ક્રમે વિજેતા
વલસાડ, 30 ઓગસ્ટ (હિ.સ.)-વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત, આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી (10 કિ.મી) ભાઈઓ અને બહેનોની સ્પર્ધા ગવર્મેન્ટ સાયન્સ કોલેજ, સોનગઢ મુકામે યોજાઇ હતી. જેમાં કુલ 49 જેટલી કોલેજોએ ભાગ લીધો હતો. જેમાં વલસાડની શાહ એન. એચ. કોમર
આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધા


વલસાડ, 30 ઓગસ્ટ (હિ.સ.)-વીર

નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત, આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી (10 કિ.મી) ભાઈઓ

અને બહેનોની સ્પર્ધા ગવર્મેન્ટ સાયન્સ કોલેજ, સોનગઢ મુકામે યોજાઇ હતી. જેમાં કુલ 49 જેટલી

કોલેજોએ ભાગ લીધો હતો. જેમાં વલસાડની શાહ એન. એચ. કોમર્સ કોલેજની બહેનોની ટીમે સ્પર્ધામાં

ભાગ લઈ બીજા ક્રમે યુનિવર્સિટી રનર્સ અપ બની હતી. કોલેજને ગૌરવ અપાવનાર ખેલાડી બહેનોને

કોલેજના ઇન્ચાર્જ આચાર્ય પ્રો.વી.આર.ચાંપાનેરી કોલેજના તમામ ટીચિંગ- નોન ટીચિંગ સ્ટાફ

દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ખેલાડીઓને તાલીમ શારીરિક શિક્ષણના અધ્યાપક ડો.

મુકેશભાઈ કે.પટેલ દ્વારા આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande