પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.): રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી નિમિતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી ખીજડી પ્લોટ, મહારાજા નટવરસિંહ ઉદ્યાન પોરબંદર ખાતે યોગ શિબિર યોજાઈ હતી.આ યોગ શિબિર જિલ્લા કલેકટર એસ.ડી. ધનાણીના માર્ગદર્શનમાં જિલ્લા રમત ગમત કચેરી જિલ્લા રમતગમત અધિકારી ડો. પ્રવિણાબેન પાંડાવદરાના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જિલ્લાના કોર્ડીનેટર કેતન કોટિયા અને ટીમના સહયોગથી ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને યોગ દ્વારા મેદસ્વિતા સહીતના રોગો નિવારવા આ યોગ શિબિરમાં પોરબંદર નાગરિકોએ ઉમળ્કાભેર ભાગ લીધો હતો.પોરબંદર જિલ્લા યોગ કોઓર્ડિનેટર કેતન કોટિયાએ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીને યોગના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટ ઈન્ડિયા અભિયાન હેઠળ ફિટનેસ કી ડોઝ, આધા ઘંટા રોજના સૂત્ર સાથે લોકોને સ્વસ્થ જીવન શૈલી અપનાવવા આહવાન કર્યું હતું.
જેમાં સ્વસ્થ જીવન શૈલી અને મેદસ્વીતામુક્ત રહેવા માટે યોગ અસરકારક સાબિત થાય છે તેમ જણાવીને યોગ શિબિરને સફળ બનાવવા માટે તમામ યોગ ટ્રેનરોનો આભાર વ્યક્ત કરાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya