અંબાજી31ઓગસ્ટ (હિ. સ)અંબાજી ખાતે ભાદરવી પૂનમ ના મેળામાં
લાખો ની સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે ત્યારે અંબાજી પહોચેલા શ્રદ્ધાળુઓ પરત
અંબાજી થી કોઈ સારો સંદેશો લઈ જાયે તે માટે મંદિર ટ્રસ્ટ જિલ્લા વહીવટી તંત્ર અને
રાજ્ય સરકાર દ્વારા અંબાજી ખાતે ભરાઈ રહેલા ભાદરવી પૂનમ નો મેળો સ્વછતા અને
પ્લાસ્ટિક મુક્ત અભિયાનની થીમ ઉપર મેળો યોજવા જઈ રહ્યો છે ત્યારે અંબાજીમાં
સ્વછતાને લઈ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ગ્રામપંચાયત ને ૯૦૦ ઉપરાંત ડસ્ટબિન
ફાળવવામાં આવ્યા છે જે અંબાજીના સરપંચ,તાલુકા વિકાસ અધિકારી મંદિર ટ્રસ્ટના વહીવટદાર દ્વારા, અંબાજીના
બજારમાં દરેક દુકાન દીઠ એક ડસ્ટબિન નિસુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી કરીને
વેપારીઓ પોતાની દુકાનનો કચરો ડસ્ટબિનમાં નાખે જો તેમ કરવામાં ચૂક થસે કે પછી જે
વેપારીની દુકાન આગળ કચરો પડેલો જોવા મળસે તો તેની સામે દંડકીય કાર્યવાહી કરવાની પણ
ચીમકી, અધિક કલેક્ટર દ્વારા ઉપચારવામાં આવી છે અંબાજી સ્વચ્છ અને સુંદર દેખાય તેવા
અભિગમ થી આ કામગીરી હાથ ધરાઈ હોવાનું કૌશિક મોદી (અધિક કલેકટર મંદિર ટ્રસ્ટ
અંબાજીએ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ