અંબાજી31ઓગસ્ટ (હિ. સ)સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે
આવતી કાલથીભાદરવી
પુનમ નાં મેળા નું શુભારંભ થનારછે. ત્યારે અંબાજી માં આજ થી જાણે
મેળો શરૂ થઈ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજે મેળા નાં આગલા દિવસે જ
યાત્રીકો નો ભારે ઘસારોજોવા મળ્યો હતો પ્રથમ દિવસે જ
યાત્રીકોનો ભારે ઘસારો અંબાજી શહેર માં જોવા મળ્યો હતો ને હજારો શ્રદ્ધાળુંઓ
અંબાજીનાં દર્શનાર્થે પહોંચ્યાં હતા. મંદિર માં પણ ભક્તો ની ભારે ભીડ થતા
દર્શનાર્થીઓ ની લાંબી કતારો જોવા મળી હતી, અંબાજી મંદિર પરીસર બોલ માડી અંબે જય
જય અંબેના નાદ થી ગુંજવા લાગ્યા છેજ્યારેઅમદાવાદ થી નિકળેલો વ્યાસવાડી નો સંઘ
પણ આજે ભાદ્રસુદ આઠમ એ અંબાજી ખાતે પહોંચ્યો હતો ને મેળા નાં આગલા દિવસે પોતાની 52 ગજની ધજા માતાજી ને ચઢાવી જયઘોસ
કર્યો હતો. ને ભાદરવી મેળા માં પુનમનાં દિવસે ભીડ થી બચવાંને બાળકો સહીત મહીલાઓ ને શાંતીથી દર્શન
થઇ શકે તે માટે વહેલા સંઘ લાવી પહેલી ધજા ચઢાવાતી હોવાનું જણાવ્યુ હતુ. અને આ વખતે
32 વર્ષ
પુર્ણ કર્યા છે જોકે મેળો અને મેળાની પદયાત્રા મહિલાઓ માટે પણ મહિલા પદયાત્રીએ
જણાવ્યું હતું સાથે ટ્રસ્ટ અને સરકાર દ્વારાકરાયેલી સુવિધાઓને વખાણી હતી,
અંબાજીના મેળા માટે ખાસ કરીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં
આવ્યો છે જેમાં જિલ્લા પોલીસવાળાના જણાવ્યા અનુસાર 5,000 જેટલા સુરક્ષા કર્મીઓ સંપૂર્ણ મેળાની
સુરક્ષા કરશે જેમાં પોલીસને વિવિધ પાક બી ડી એસ ટી આર ટી બોમ્બ ડિસ્પોઝલ ટીમ, ડોગ્સ કોડ સાથે ચેઇન સ્કેનિંગ જેવા
બનાવો ન બને તે માટેની પૂરતી ટીમો બનાવીએ મેળાની સુરક્ષા કરવા માટેનું આયોજન
કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ