અંબાજી31ઓગસ્ટ (હિ. સ)યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા કેટલાક
સમયથી ભુંડ નામના જાનવરનું ભારે ત્રાસ જોવા મળતો હતો અને આગામી સમયમાં ભાદરવી
પૂનમનો મહા મેળો ભરનાર છે આ મેળામાં યાત્રિકોને ભૂંડ અર્ચન રૂપ ન બને કે પછી ભૂંડ
દ્વારા હુમલા જેવી ઘટનાન બને તે માટે મંદિર ટ્રસ્ટના અધિક કલેકટરે સાવચેતીના
પગલાંના ભાગ રૂપે અંબાજી વિસ્તારમાં ફરતા નાના મોટા સૌ ભૂંડોને પકડી પાડવા તાકીદ
કરવામાં આવી છેએ જે
કામગીરી માટે ભૂંડ પકડવાની કામગીરી કરતા ઇસમોની બે ટુકડી તૈનાત કરવામાં આવી છે
જોકે અધિક કલેકટરના આદેશ બાદ ભૂંડ પકડવાની કામગીરી પણ પુર જોશમાં પ્રારંભ કરી
દેવાઈ છે અને મોટા ભૂંડ તેમજ નાના બચ્ચાઓને પણ પકડીને વાહનમાં નાખી અન્યતરી
ખસડેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જોકે ભૂંડ જેવું જાનવર સરળતાથી હાથમાં ન આવતું
હોવાથી ખાસ પ્રકારની જાળી બનાવીને ભૂંડ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેનાથી
અંબાજીમાં મહતમ ભૂંડોની સંખ્યામાં કમી જોવા મળી છે અને હજી પણ જ્યાં પણ ભૂંડ દેખાય
તો તેને પકડી લેવા તાકીદ કરાઈ હોવાની કૌશિક મોદી (અધિક કલેકટર મંદિર ટ્રસ્ટ
અંબાજી) જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ