ઊંઝા ખાતે પ્રદેશ કારોબારી બેઠકમાં “રાજ્યની વર્તમાન શૈક્ષણિક પરિસ્થિતિ” અંગે ચર્ચા બાદ સર્વસંમતિથી પ્રસ્તાવ પારિત
મહેસાણા, 31 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે ચાલી રહેલી પ્રદેશ કારોબારી બેઠકમાં રાજ્યના વિવિધ સામાજિક, શૈક્ષણિક અને વિકાસ સંબંધિત મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા યોજાઈ. બેઠકમાં ખાસ કરીને “રાજ્યની વર્તમાન શૈક્ષણિક પરિસ્થિતિ” વિષય પર સભ્યો દ્વારા ઊંડ
ઊંઝા ખાતે પ્રદેશ કારોબારી બેઠકમાં “રાજ્યની વર્તમાન શૈક્ષણિક પરિસ્થિતિ” અંગે ચર્ચા બાદ સર્વસંમતિથી પ્રસ્તાવ પારિત


મહેસાણા, 31 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે ચાલી રહેલી પ્રદેશ કારોબારી બેઠકમાં રાજ્યના વિવિધ સામાજિક, શૈક્ષણિક અને વિકાસ સંબંધિત મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા યોજાઈ. બેઠકમાં ખાસ કરીને “રાજ્યની વર્તમાન શૈક્ષણિક પરિસ્થિતિ” વિષય પર સભ્યો દ્વારા ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી.

શૈક્ષણિક ક્ષેત્રે ઊભી થતી પડકારો જેમ કે ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા, આધુનિક ટેક્નોલોજીનો અભાવ, શિક્ષક સંખ્યા અને તાલીમ, વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેની રસિકતા તેમજ ઉચ્ચ શિક્ષણમાં રોજગારલક્ષી અભ્યાસક્રમોની જરૂરિયાત જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા. સાથે સાથે ડિજિટલ એજ્યુકેશન, સ્કિલ ડેવલપમેન્ટ, સરકારી શાળાઓમાં આધુનિક સુવિધાઓનો સમાવેશ તથા ખાનગી અને સરકારી ક્ષેત્ર વચ્ચે સંતુલન જાળવવાની દિશામાં અનેક સુજાવો રજૂ થયા.

સભ્યો દ્વારા આપવામાં આવેલા વિચારો અને સંશોધનો બાદ સર્વસંમતિથી એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો, જેમાં રાજ્યના શિક્ષણક્ષેત્રમાં વ્યાપક સુધારા લાવવાનો સંકલ્પ વ્યક્ત થયો. ઊંઝા ખાતે યોજાયેલી પ્રદેશ કારોબારી બેઠક રાજ્યના શિક્ષણક્ષેત્રને નવી દિશા આપનાર મંચરૂપ સાબિત થઈ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande