નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના દિવસોમાં પૂર અને ભૂસ્ખલનથી થયેલા નુકસાન ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે, રવિવારે મોડી સાંજે જમ્મુ પહોંચી રહ્યા છે. 1 સપ્ટેમ્બરના રોજ, તેઓ રાજભવનમાં ઉપરાજ્યપાલ, રાહત અને બચાવ કામગીરીમાં સામેલ સેના અને સુરક્ષા દળોના અધિકારીઓ સહિત વરિષ્ઠ વહીવટી અધિકારીઓ સાથે પૂરથી થયેલા નુકસાન અને પૂરગ્રસ્ત વિસ્તારોની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે વર્તમાન ચોમાસા દરમિયાન, જમ્મુ વિભાગના કિશ્તવાડના ચાશોટી, કઠુઆ અને રિયાસી જિલ્લામાં માતા વૈષ્ણો યાત્રા માર્ગ પર વાદળ ફાટવા અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે ઘણું જાનમાલનું નુકસાન થયું છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ