અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સમર્થ વ્યાયામ મંદિર ખાતે સિનિયર સિટીઝનો માટે સાયબર ફ્રોડથી બચવા જાગૃતિ કાર્યક્રમનું આયોજન
અમરેલી, 31 ઓગસ્ટ (હિ.સ.) આજરોજ અમરેલી શહેરના સમર્થ વ્યાયામ મંદિર (અખાડો) ખાતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, અમરેલી દ્વારા સિનિયર સિટીઝનો માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વૃદ્ધ નાગરિકોને વધતી જતી ઑનલાઇન
અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સમર્થ વ્યાયામ મંદિર ખાતે સિનિયર સિટીઝનો માટે સાયબર ફ્રોડથી બચવા જાગૃતિ કાર્યક્રમનું આયોજન


અમરેલી, 31 ઓગસ્ટ (હિ.સ.)

આજરોજ અમરેલી શહેરના સમર્થ વ્યાયામ મંદિર (અખાડો) ખાતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, અમરેલી દ્વારા સિનિયર સિટીઝનો માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વૃદ્ધ નાગરિકોને વધતી જતી ઑનલાઇન છેતરપિંડી, બેન્કિંગ ફ્રોડ, ફેક કૉલ્સ, OTP શેરિંગ, લિંક પર ક્લિક કરતા થતી ચીટિંગ તેમજ સોશિયલ મીડિયા સ્કેમથી સુરક્ષિત રહેવા અંગે માર્ગદર્શન આપવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓએ સરળ ભાષામાં વિવિધ પ્રકારના સાયબર ફ્રોડના ઉદાહરણો આપી સમજાવ્યું કે કેવી રીતે ઠગો ફોન કૉલ, મેસેજ અથવા ઈમેઇલ મારફતે નાગરિકોને છેતરવાનો પ્રયાસ કરે છે. સાથે સાથે તેમણે “કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે OTP, પાસવર્ડ કે બેન્ક ડિટેઇલ્સ શેર ન કરવી”, “ફરિયાદ માટે 1930 હેલ્પલાઇનનો ઉપયોગ કરવો” તથા “સાયબર ક્રાઈમ પોર્ટલ પર તરત જ રિપોર્ટ કરવાની” માહિતી પણ આપી.

સિનિયર સિટીઝને સાયબર સુરક્ષા અંગે અનેક પ્રશ્નો પૂછ્યા હતા, જેને પોલીસ અધિકારીઓએ વિગતવાર જવાબ આપ્યા. કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોએ આવા જાગૃતિ કાર્યક્રમો સતત યોજાય તેવા આગ્રહ સાથે પોલીસના પ્રયાસોની પ્રશંસા વ્યક્ત કરી.

આ રીતે અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો પ્રયાસ સિનિયર સિટીઝન માટે ડિજિટલ યુગમાં સુરક્ષિત જીવન જીવવા માટે એક અસરકારક પગલું સાબિત થયો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande