છાંયાચોકી થી છાંયા સુધી આઇકોનીક રોડ બનશે
પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ હવે વિકાસના કામોની શરૂઆત કરવામા આવી છે. 32 કરોડના ખર્ચે શહેરમાં સ્માર્ટ સ્ટ્રીટ લાઇટની કામગીરી કરવામા આવશે અને શહેરને રોશનીથી ઝળહતુ કરવામા આવશે તો શહેરની સુંદરતામા વધારો કરવામા
છાંયાચોકી થી છાંયા સુધી આઇકોનીક રોડ બનશે


પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ હવે વિકાસના કામોની શરૂઆત કરવામા આવી છે. 32 કરોડના ખર્ચે શહેરમાં સ્માર્ટ સ્ટ્રીટ લાઇટની કામગીરી કરવામા આવશે અને શહેરને રોશનીથી ઝળહતુ કરવામા આવશે તો શહેરની સુંદરતામા વધારો કરવામા આવશે પોરબંદરના છાયા ચોકીથી છાયા નવાપરા સુધીના રસ્તાને આઇકોનીક રોડ બનાવામા આવશે આ માટે અંદાજે રૂ.16 કરોડ જેવી રકમનો ખર્ચ કરવામા આવશે તેવી વિગતો જાણવા મળી રહી છે પોરબંદર શહેરમા હાલ સ્ટ્રીટ લાઈટના પ્રશ્નનુ કાયમી નિરાકરણ લાવા તેમજ શહેરની સુંદરતા વધારો કરવાનુ આયોજનન મનપા દ્રારા કરવામાં આવી રહ્યું છે. છાયાચોકીથી છાયા નવાપરા સુધીના રસ્તાને આઇકોનીક રોડ બનાવા માટે થોડા દિવસો પૂર્વે રસ્તા પરના દબાણો દુર કરવામા આવ્યા હતા આગામી દિવસોમા આઇકોનીક રોડ બનાવાની કામગીરી શરૂ કરવામા આવશે પોરબંદર શહેરમા વિકાસના કામો થઈ રહ્યા છે હવે માત્ર ઉદ્યોગની જરૂરીયાત છે આ અપેક્ષા સંતોષાય તો શહેરની શોભાની સાથે આર્થિક રીતે અંજવાળ પથરાય જશે તેવુ શહેરીજનો કહી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande