લાલપુર અને જામજોધપુર તાલુકાઓમાં તહેવારોને અનુલક્ષીને ફટાકડા વેચાણનું લાયસન્સ મેળવવા અરજી કરી શકાશે
જામનગર, 31 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના લાલપુર તથા જામજોધપુર તાલુકાઓમાં આગામી દિવાળી - નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને મર્યાદિત જથ્થામાં ફટાકડા સંગ્રહ / વેચાણ માટે હંગામી પરવાનાની જરૂરીયાત હોય તેવી વ્યકિતઓએ નિયત નમુનાઓમાં જરૂરી આધાર-પુરાવાઓ સાથે
ફટાકડા


જામનગર, 31 ઓગસ્ટ (હિ.સ.) :

જામનગર જિલ્લાના લાલપુર તથા જામજોધપુર તાલુકાઓમાં આગામી દિવાળી - નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને મર્યાદિત જથ્થામાં ફટાકડા સંગ્રહ / વેચાણ માટે હંગામી પરવાનાની જરૂરીયાત હોય તેવી વ્યકિતઓએ નિયત નમુનાઓમાં જરૂરી આધાર-પુરાવાઓ સાથેની અરજી ફોર્મ મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ, લાલપુરની કચેરી, તાલુકા સેવા સદન લાલપુર અને મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ, જામજોધપુરની કચેરી, તાલુકા સેવા સદન જામજોધપુર ખાતે તા.૨૦/૦૯/૨૦૨૫ સુધીમાં રજુ કરવાની રહેશે.

બાદમાં નિયમોનુસાર તપાસનીશ અધિકારીઓના અભિપ્રાયો મેળવી પરવાનો આપવા અંગેની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગેના અરજી ફોર્મ લાલપુર તથા જામજોધપુર મામલતદારશ્રીઓની કચેરીમાંથી મળી શકશે.

તા. ૨૦/૦૯/૨૦૨૫ બાદ રજુ થયેલ ફટાકડા સંગ્રહ/વેચાણ માટેના પરવાના બાબતની અરજીઓ કોઈ પણ સંજોગોમાં વિચારણામાં લેવામાં આવશે નહી. દિવાળી તહેવારની ઉજવણી અંગે સરકાર દ્વારા અન્ય કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે તો તે આખરી ગણાશે. તે બાબતને ધ્યાને લેવા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ લાલપુરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande