સિપાઈ જમાતની ચૂંટણીમાં વિજેતા ટીમનું અભિવાદન
પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર સમસ્ત સિપાઈ જમાતના પ્રમુખ તેમજ મેનેજીંગ બોર્ડના સભ્યોની લોકશાહી ઢબે ચુંટણી યોજાઈ હતી જેમાં ફીરોજખાન હાજી બશીરખાન પઠાણ અને ટિમના સભ્યો એજાઝખા પઠાણ, ઈલ્યાસભાઈ ચૌહાણ, હાદીસભાઈ ભટ્ટી, જાહિદભાઈ કુરેશી,મુસ્તુફાભાઈ સેતા, ઈ
સિપાઈ જમાતની ચૂંટણીમાં વિજેતા ટીમનું અભિવાદન.


સિપાઈ જમાતની ચૂંટણીમાં વિજેતા ટીમનું અભિવાદન.


સિપાઈ જમાતની ચૂંટણીમાં વિજેતા ટીમનું અભિવાદન.


પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર સમસ્ત સિપાઈ જમાતના પ્રમુખ તેમજ મેનેજીંગ બોર્ડના સભ્યોની લોકશાહી ઢબે ચુંટણી યોજાઈ હતી જેમાં ફીરોજખાન હાજી બશીરખાન પઠાણ અને ટિમના સભ્યો એજાઝખા પઠાણ, ઈલ્યાસભાઈ ચૌહાણ, હાદીસભાઈ ભટ્ટી, જાહિદભાઈ કુરેશી,મુસ્તુફાભાઈ સેતા, ઈકબાલભાઈ નોવહી, ઈકબાલભાઈ સુમરા, કાદિરભાઈ બેલીમ, ફેઝલભાઈ મલેક, ગનીભાઈ કુરેશીની જંગી બહુમતી સાથે જીત થતા પોરબંદર-છાયા નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને વી.જે. મદ્રેસાના ઓન. સેક્રેટરી, વર્ડ મેમણ ઓર્ગેનાઈઝેશન ના ગવર્નિંગ બોર્ડ મેમ્બર ફારૂક ભાઈ સૂર્યા તથા વી.જે. મદ્રેસાના પ્રિન્સિપાલ ઇસ્માઇલ મુલતાની દ્વારા વિજેતાઓનું સન્માન અભિવાદન કરવામાં આવ્યું હતું અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ અભિવાદન કાર્યક્રમમાં ફારૂકભાઈ સુર્યા દ્વારા સિપાઈ જમાતના પૂર્વપ્રમુખ મર્હુમ ફેઝલખાન પઠાણ ને ખાસ યાદ કરી તેમણે સમાજ માટે કરેલા કામો વર્તમાન પ્રમુખ તેમના ભાઈ ફિરોઝખાન પઠાણ અને તેમની ટીમ આગળ વધારી મર્હુમ ફેઝલખાન પઠાણ ના સ્વપ્ન ને સાકાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી સમાજ ને શિક્ષિત બનાવવા પ્રયત્ન કરવા પર ભાર મૂકી સમાજની પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande