મહેસાણા ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે સરદાર પટેલ જિલ્લા સ્પોર્ટ્સ સંકુલ, પાંચોટ ખાતે આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં ખેલાડીઓને પ્રોત્સાહન
મહેસાણા, 31 ઓગસ્ટ (હિ.સ.): રાષ્ટ્રીય ખેલ દિવસના અવસર પર મહેસાણા સ્થિત સરદાર પટેલ જિલ્લા સ્પોર્ટ્સ સંકુલ, પાંચોટ ખાતે ભવ્ય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધાઓમાં ખાસ કરીને હેન્ડબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન જેવી રમતોનો સમાવેશ કરવામાં
મહેસાણા ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે સરદાર પટેલ જિલ્લા સ્પોર્ટ્સ સંકુલ, પાંચોટ ખાતે આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં ખેલાડીઓને પ્રોત્સાહન


મહેસાણા, 31 ઓગસ્ટ (હિ.સ.): રાષ્ટ્રીય ખેલ દિવસના અવસર પર મહેસાણા સ્થિત સરદાર પટેલ જિલ્લા સ્પોર્ટ્સ સંકુલ, પાંચોટ ખાતે ભવ્ય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધાઓમાં ખાસ કરીને હેન્ડબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમનું સંયુક્ત આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા પ્રશાસન, મહેસાણા દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા ખેલાડીઓ ઉત્સાહપૂર્વક આ સ્પર્ધાઓમાં જોડાયા હતા. મેદાન પર યુવા ખેલાડીઓએ પોતાની પ્રતિભા અને રમતકૌશલ્યનું સુંદર પ્રદર્શન કરતા સૌનું મન જીતી લીધું.

આ અવસરે ખેલાડીઓની હિંમત વધારવા ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ખેલાડીઓને સંબોધન કરતાં અધિકારીઓએ જણાવ્યું કે રમતગમત માનવજીવનમાં શિસ્ત, એકતા, સ્વાસ્થ્ય અને ટીમ વર્કની ભાવનાઓ મજબૂત કરે છે. સાથે જ યુવાનોને નિયમિત રમતગમત પ્રવૃત્તિઓ દ્વારા ફિટનેસ જાળવી દેશના ગૌરવમાં વધારો કરવાની અપીલ કરી.

મહેસાણા ખાતે યોજાયેલી આ રમતોત્સવી સ્પર્ધાઓ રાષ્ટ્રીય ખેલ દિવસને યાદગાર બનાવતી અને યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારતી સાબિત થઈ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

 rajesh pande