ગીર સોમનાથ, 31 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં ગણપતિ ઉત્સવને લઈને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા ને લઈનેજુનાગઢ રેન્જ આઈ.જી.પી. નિલેશ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા સાહેબનાઓની સુચના અન્વયે ડી.વાય.એસ.પી. વી.આર.ખેંગાર સાહેબના માર્ગદર્શન હેઠળ વેરાવળ શહેરમાં ગણપતિ ઉત્સવમાં નાગરિકોની સુરક્ષા માટે પી.આઈ. એચ.આર. ગોસ્વામી તથા ડી સ્ટાફ પી.એસ.આઈ. આર.આર. રાયજાદા તથા પોલીસ સ્ટાફ દ્વારા મોટર સાયકલ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ