ગીર સોમનાથ 31 ઓગસ્ટ (હિ.સ.) દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળ બંદર ખાતે ગણેશ વિસર્જનનું ખૂબ જ સુંદર આયોજન અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ જીતુભાઈ કુહાડા દ્વારા કરવામાં આવશે તેથી પટેલ શ્રી જીતુભાઈ કુહાડા આજે વિસર્જનની પરંપરાગત મુખ્ય જગ્યા જ્યાંથી વેરાવળ શહેરના ૯૯% ગણપતિનું વિસર્જન થાય ત્યાં વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા વિસર્જનમાં વેરાવળ અને આજુ બાજુ ગામોની પ્રજાને ગણેશજી મૂર્તિને વિસર્જન કરવામાં કોઈપણ જાતની કમી ન રહે તેવી વ્યવસ્થા કરવાની તૈયારીઓ ચાલુ છે. તે સમયે પટેલ જીતુભાઈ કુહાડા પોતે સ્થળ પર જઈને કોઈ ના કરે તેવી તૈયારીમાં લાગી ગયા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળ અને આજુ બાજુના ગામના શ્રી ગણેશજીની મૂર્તિના વિસર્જન ધામધૂમથી કરવામાં આવશે. વિસર્જન સમયે કોઈપણ જાનહાની ના થાય એ માટે ખાસ શ્રી કિશોરભાઈ કુહાડા અને પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા તેમના ભાઈઓને, સમાજના આગેવાનો અને મગરા ગ્રુપના મિત્રો એમ એક ખાસ ટીમ તૈયાર કરી છે જે એ પોતે દરિયામાં ઉતારીને કોઈપણ પ્રકારની જાનહાની નહીં થાય એનું ધ્યાન રાખશે. આ ઉપસ્થિત ખારવા સમાજ ના ઉપ બાબુભાઇ આગિયા, ઉપ ગોપાલભાઈ ફોફંડી, વેરાવળ હોડી એસોસિઅન ના પ્રમુખ હીરાભાઈ વધાવી, વેરાવળ સંયુકત માછીમાર બોટ એસોસિઅન ના ઉપ પ્રમુખ બાલાભાઈ કોટીયા, તથા આગેવાન ઓ, આ કામકાજમાં મદદરૂપ થયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ